બૉમ્બે બેગમ્સ થશે બૅન?

13 March, 2021 03:27 PM IST  |  Mumbai | Mumbai correspondent

બૉમ્બે બેગમ્સ થશે બૅન?

બૉમ્બે બેગમ્સ થશે બૅન?

NCPCR એટલે કે નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સને આદેશ આપ્યા છે કે તેઓ ‘બૉમ્બે બેગમ્સ’નું સ્ટ્રીમિંગ વહેલાસર બંધ કરે. તેમના મુજબ આ સિરીઝમાં બાળકોને અયોગ્ય ઢબે દેખાડવામાં આવ્યાં છે. ૨૪ કલાકની અંદર આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કાયદાકીય પગલાં લેવાની પણ તૈયારી NCPCRએ દાખવી છે. અલંક્રિતા શ્રીવાસ્તવ દ્વારા ડિરેક્ટેડ આ સિરીઝમાં પાંચ અલગ-અલગ મહિલાઓની લાઇફ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ માઇનર્સને સેક્સ અને ડ્રગ્સના દૂષણમાં હોવાની વાતને સામાન્ય ગણવામાં આવી છે. નેટફ્લિક્સને મોકલવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આવા પ્રકારની સિરીઝથી બાળકોની માનસિક અવસ્થા પર અસર તો પડે છે, પરંતુ સાથે જ બાળકો સાથે અમાનવીય વર્તન અને શોષણ કરવામાં આવે છે. નેટફ્લિક્સે આવી કોઈ પણ પ્રકારની કન્ટેન્ટને દેખાડતાં પહેલાં બાળકોના હિતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એથી આ દિશામાં ધ્યાન દોરીને સત્વરે એનું સ્ટ્રીમિંગ બંધ કરવામાં આવે. સાથે જ ૨૪ કલાકની અંદર એનો રિપોર્ટ પણ આપવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ ઍક્ટ ૨૦૦૫ હેઠળ કાયદાકીય પગલાં લેવામાં આવશે.

bollywood bollywood news bollywood gossips netflix