એક મહિના સુધી ટ્વિટર પર ચાહકોના સવાલના જવાબ આપશે જૅકલિન ફર્નાન્ડિસ

05 November, 2014 05:31 AM IST  | 

એક મહિના સુધી ટ્વિટર પર ચાહકોના સવાલના જવાબ આપશે જૅકલિન ફર્નાન્ડિસ

જોકે તેણે આ પરેશાનીનું સમાધાન શોધી લીધું છે. જૅકલિને નક્કી કર્યું છે કે તે આવતા એક મહિના સુધી રોજનો એક કલાક ટ્વિટર પર ગાળશે અને શૂટિંગમાંથી ફ્રી થતાં તેના ચાહકોએ પૂછેલા સવાલોના જવાબ આપશે. જૅકલિન સાથે વાત કરવા તેના ચાહકો તેને @Asli Jacqueline પર પોતાના સવાલ અપલોડ કરી શકે છે.

જોકે જૅકલિન પોતાના ચાહકો સાથે આવી રીતે વાતચીત કરવાનું પગથિયું પહેલી વાર લઈ રહી છે. જૅકલિને પોતાનો આ વિચાર જ્યારે એની ટીમને સંભળાવ્યો ત્યારે કેટલાકે તેને આ પગલું ભરવાની ના પાડી હતી, કારણ કે તેના પહેલાં પ્રિયંકા ચોપડા પણ આવું પગલું ભરી ચૂકી હતી અને કેટલાક અંગત સવાલો પૂછવામાં આવતાં તેને તકલીફ પણ વેઠવી પડી હતી. જોકે લોકો પોતાને કેવા સવાલો પૂછે છે એ જાણવાની ઘેલછાને કારણે મક્કમ મનની જૅકલિનના પેટનું પાણી પણ હલ્યું નહોતું. જૅકલિનની પ્રશ્નોત્તરીની શરૂઆત ગઈ કાલથી થઈ ચૂકી છે.