વ્યક્તિ જીવિત હોય ત્યારે તેની પ્રશંસા કેમ નથી થતી? : ઝરીન ખાન

26 June, 2020 04:33 PM IST  |  Mumbai Desk | Agencies

વ્યક્તિ જીવિત હોય ત્યારે તેની પ્રશંસા કેમ નથી થતી? : ઝરીન ખાન

ઝરીન ખાન

ઝરીન ખાનને એક સવાલ છે કે વ્યક્તિ જીવિત હોય ત્યારે તેની પ્રશંસા કેમ નથી થતી. સુશાંત સિંહ રાજપૂતના અકાળ નિધન બાદ આ સવાલ ઝરીન પૂછી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે એક પોસ્ટ લખી છે. એમાં ઝરીને લખ્યું છે કે ‘મારા દિમાગમાં ઘણાબધા સવાલો ફરી રહ્યા છે. શું કામ વ્યક્તિએ મરવું પડે છે? માત્ર એ જાણવા માટે કે દુનિયા તેની કદર કરે છે કે નહીં? લોકો જે રીતે વ્યક્તિના મૃત્યુ બાદ તેની પ્રશંસા કરે છે એ જ રીતે તે જીવિત હોય ત્યારે કેમ નથી કરતા? લોકોને જે-તે વ્યક્તિ વિશે યોગ્ય માહિતી નથી હોતી અને અચાનક તેઓ એ વ્યક્તિના નિધન બાદ અનેક મંતવ્યો અને વિચારો રજૂ કરવા માંડે છે. શું કામ એક જીનિયસ, જેનું IQ લેવલ હાઈ છે તેને લોકો માનસિક રૂપે બીમાર અને અસ્થિર સમજવા લાગે છે?’

zareen khan bollywood bollywood news bollywood gossips