06 June, 2023 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ફારાહ ખાન કુંદરે જણાવ્યું છે કે તે જ્યારે ઇમોશનલ ટ્રૉમામાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેના માટે શૂટિંગ છોડીને શાહરુખ ખાન તેના ઘરે પહોંચી ગયો હતો. ઇન્ડસ્ટ્રીમાં આ બે બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ફારાહના ડૅડીના અવસાન બાદ શાહરુખે તેની ખૂબ કાળજી લીધી હતી. એ વિશે ફારાહે કહ્યું કે ‘હું હંમેશાં સૌને કહું છું કે મારા ડૅડીના અવસાન બાદ તેમણે તેને મારી કાળજી લેવા માટે મોકલ્યો હતો. હું તેનો આભાર માનું છું. મને એક ઘટના આજે પણ યાદ આવે છે જ્યારે હું ઇમોશનલ ટ્રૉમામાંથી પસાર થઈ રહી હતી. તને યાદ છે કે નહીં ખબર નહીં, પરંતુ હું અતિશય ટ્રૉમામાંથી પસાર થઈ રહી હતી અને ફોન પર સતત રડી રહી હતી. અડધા કલાકની અંદર તો તું તારું શૂટિંગ અધવચ્ચે છોડીને મારી પાસે આવી ગયો હતો. મેં ઘરનો દરવાજો ખોલ્યો તો તું બહાર ઊભો હતો. તેં મારી સાથે અડધો કલાક પસાર કર્યો અને મારી સાથે વાત કરી. મારા માટે તો એ બેસ્ટ થેરપી જેવું હતું.’