01 September, 2023 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રને એક વખત તેમના જ હાઉસ હેલ્પ પાસેથી અપશબ્દો સાંભળવા પડ્યા હતા, કેમ કે તેમણે તેને અપશબ્દો કહ્યા હતા. એથી તેમનાં મમ્મીને હાઉસ હેલ્પનું અપમાન જણાતાં હિસાબ બરાબર કહેવા જણાવ્યું હતું. એ ઘટનાને યાદ કરતાં સની દેઓલે કહ્યું કે ‘હું મારાં દાદીથી ખૂબ નજીક હતો. મારા પર તેમનો પ્રભાવ ખૂબ છે. તેઓ ખૂબ ઉદાર હતાં. કાંઈ ખોટું થતું દેખાય તો તેઓ પોતાના જ લોકો પર ગુસ્સો કરતાં અચકાતાં નહોતાં. મને યાદ છે કે એક વખત મારા પિતા અમારા સર્વન્ટ પર ગુસ્સે થયા હતા અને અપશબ્દો કહ્યા હતા. બીજીએ એ સાંભળ્યું અને તેઓ રોષે ભરાયાં. તેમણે એ હાઉસ હેલ્પને બોલાવ્યા અને બદલામાં મારા પિતાને અપશબ્દો કહેવા જણાવ્યું હતું. આવા પ્રકારના તેઓ વ્યક્તિ હતાં. આવા લોકો મારા દાદા, મારી દાદી, મારી મમ્મીની વચ્ચે મારો ઉછેર થયો હતો. તમારો પરિવાર કેવો છે એવા પ્રકારે જ તમારા ઉછેરનું પરિણામ જોવા મળે છે.’