કૂલી નંબર 1ની રીમેકમાં શક્તિ કપૂર કેમ કામ ન કરી શક્યા?

04 December, 2020 07:32 PM IST  |  Mumbai | Mumbai correspondent

કૂલી નંબર 1ની રીમેકમાં શક્તિ કપૂર કેમ કામ ન કરી શક્યા?

કૂલી નંબર 1ની રીમેકમાં શક્તિ કપૂર કેમ કામ ન કરી શક્યા?

શક્તિ કપૂરને ‘કૂલી નંબર 1’ની રીમેકમાં કામ કરવાની ઇચ્છા હતી, પરંતુ મોડું થઈ જતાં તે કરી ન શક્યા. ‘કૂલી નંબર 1’ની રીમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન લીડ રોલમાં છે. 1995માં આવેલી ‘કૂલી નંબર 1’માં ગોવિંદા, કરિશ્મા કપૂર અને શક્તિ કપૂર લીડ રોલમાં હતાં. આ ફિલ્મને ડેવિડ ધવને બનાવી હતી અને એની રીમેકને પણ ડેવિડ ધવને જ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. ‘કૂલી નંબર 1’ની રીમેકમાં કામ કરવા વિશે શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘મેં ડેવિડ ધવનને કૉલ કર્યો હતો અને ‘કૂલી નંબર 1’માં કામ કરવા કહ્યું હતું, પરંતુ એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. ડેવિડ માટે તો હું કોઈ પણ રોલ કરવા તૈયાર છું અને ભવિષ્યમાં પણ કરીશ. વરુણ મારી સામે મોટો થયો છે. તે ખૂબ જ સરસ ઍક્ટર છે. હું 25 ડિસેમ્બરે વરુણ ધવનની ‘કૂલી નંબર 1’ જોવા માટે ઉત્સાહિત છું. હું જલદી જ ફિલ્મ જોવા જઈશ. ડેવિડ એક એવા ફિલ્મમેકર છે જે પોતાની ફિલ્મને ત્યાં સુધી નહીં છોડશે જ્યાં સુધી તે પોતે સંતુષ્ટ નહીં હોય. એથી પૂરી ખાતરી છે કે ફિલ્મ સરસ હશે. સાથે જ મને એ વાતની પણ ખાતરી છે કે ફિલ્મમાં કંઈક ને કંઈક તો સરપ્રાઇઝ જોવા મળશે. એ પણ 25 વર્ષ પહેલાં બનાવેલી ફિલ્મ કરતાં પણ હટકે હશે.’

bollywood bollywood news bollywood gossips entertainment news shakti kapoor