Video:પ્રેમ ગઢવીને કેમ આવ્યો વાસણ ઘસવાનો વારો ?

16 May, 2019 03:02 PM IST  |  અમદાવાદ

Video:પ્રેમ ગઢવીને કેમ આવ્યો વાસણ ઘસવાનો વારો ?

પ્રેમ ગઢવી (File Photo)

જાણીતા ગુજરાતી એક્ટર પ્રેમ ગઢવીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોઈને પ્રેમ ગઢવીના ફેન્સ ચોંકી ઉઠ્યા છે. વીડિયોમાં છે જ કંઈક એવું કે ફેન્સ સવાલો કરી રહ્યા છે. આ વીડિયોમાં પ્રેમ ગઢવી વાસણ ઘસતા દેખાઈ રહ્યા છે. જી હાં, પોલમપોલ, વિટામીન શી, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર જેવી ફિલ્મોના એક્ટર પ્રેમ ગઢવીએ એક વીડિયોમાં વાસણ ઘસી રહ્યા છે. આ જ વીડિયો બાદ ફેન્સને સવાલ થઈ રહ્યો છે કે આખરે આ ટેલેન્ટેડ એક્ટરને વાસણ ઘસવાનો વારો કેમ આવ્યો ?

આ સવાલનો જવાબ ખુદ પ્રેમ ગઢવી આપ્યો છે. ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથેની વાતચીતમાં પ્રેમ ગઢવીએ ખુલાસો કર્યો કે તેમણે શા માટે વાસણ ઘસવા પડ્યા. જો કે એ પહેલા તમે આ વીડિયો જોઈ લો.

પ્રેમ ગઢવીએ ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા કહ્યું કે,'ઘરનું કોઈ કામ માત્ર મહિલાઓની જ જવાબદારી નથી. એ સહિયારી જવાબદારી છે. વેકેશનનો સમય છે. ત્યારે ઘરની મહિલા સભ્યોને પણ વેકેશન મળવું જોઈએ. વેકેશનમાં કોઈ ઘરે ન હોય ત્યારે કામ કરવાની આપણી ફરજ છે.'

તો વર્ક ફ્રંટની વાત કરીએ તો પ્રેમ ગઢવી સૌમ્ય જોશીના હિટ નાટક '102 નોટ આઉટ'માં કામ કરી રહ્યા છે. સાથે જ સૌમ્ય જોશીના નવા નાટક 'યુનાઈટેડ સ્ટેટ ઓફ પાડાની પોળ'માં પણ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'હીર'ના ડાઈલોગ્સ લખી રહ્યા છે. સાથે જ દોડપકડ, એકડેએક, કલાકાર નામની તેમની ફિલ્મો પણ આ વર્ષે રિલીઝ થવાની છે. પ્રેમ ગઢવી આ વર્ષે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે. 'ઓહ માય ઘોસ્ટ' નામની મરાઠી ફિલ્મથી પ્રેમ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યા છે. સાથે જ દૂરદર્શન પર મિશન મનોરંજન નામનો ટેલિફોનિક શો પણ તેઓ હોસ્ટ કરે છે.

gujarati film gujarat news entertaintment