07 August, 2023 10:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાગ મિલ્ખા ભાગ
રાકેશ ઓમપ્રકાશ મેહરા જ્યારે ‘ભાગ મિલ્ખા ભાગ’ બનાવી રહ્યા હતા એ વખતે પાકિસ્તાનની ટેરિટરી પર શૂટિંગ કરવા માટે ત્યાનાં સિક્યૉરિટી ઑફિસર્સને તેમણે મનાવ્યા હતા અને તેઓ પણ આનાકાની કર્યા વગર તરત માની ગયા હતા. આ ફિલ્મ ઑલિમ્પિયન મિલ્ખા સિંહના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને સોનમ કપૂર આહુજા લીડ રોલમાં હતાં. આ ફિલ્મ માટે રણવીર સિંહે પણ ઑડિશન આપ્યું હતું, પરંતુ ફરહાનની આંખોમાં તેમને મિલ્ખા સિંહની આંખો જેવી ચમક દેખાઈ હતી અને એથી આ ફિલ્મમાં તેને લીડ રોલ મળ્યો હતો. ૨૦૧૩માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ૨૦૨૧માં મિલ્ખા સિંહનું ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. પાકિસ્તાનની ટેરિટરી પર શૂટિંગ કરવાનો અનુભવ જણાવતાં રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કહ્યું કે ‘મેં અચકાતાં પાકિસ્તાનના બૉર્ડર સિક્યૉરિટી ઑફિસર્સને તેમની સીમામાં શૂટિંગ માટે પૂછ્યું હતું તો તેમણે કહ્યું કે ‘આ જાઓ, દસ મિનિટ મેં ખતમ કર લેના.’
11
સોનમ કપૂર આહુજાએ આ ફિલ્મમાં કામ કરવા માટે માત્ર આટલા રૂપિયા લીધા હતા.