‘સુર ક્ષેત્ર’માં કોણ જીતશે? ભારત કે પાકિસ્તાન?

29 December, 2012 07:31 AM IST  | 

‘સુર ક્ષેત્ર’માં કોણ જીતશે? ભારત કે પાકિસ્તાન?



કલર્સ અને સહારા વન બન્ને ચૅનલ પર છેલ્લાં ૧૫ અઠવાડિયાંથી ચાલી રહેલા ભારત-પાકિસ્તાનના ગાયકો વચ્ચેના રિયલિટી શો ‘સુર ક્ષેત્ર’નો આજે ફાઇનલ જંગ જોવા મળશે. દિલજાન, યશરાજ, નબીલ અને મુલાઝિમ ફાઇનલ રાઉન્ડમાં પફોર્ર્મ કરશે. ફાઇનલ શો દુબઈની ગોલ્ડન સિટીમાં યોજાયો હતો. જજિઝ આશા ભોસલે, આબિદા પરવીન અને રુના લૈલા સાથે ઇસ્માઇલ દરબાર, સુરેશ વાડકર, ગુલામ અલી પણ જજ તરીકે હાજર રહ્યા છે.

ભારતના સિન્ગરો જીતશે કે પાકિસ્તાનના એનો ફેંસલો આજે રાતે કલર્સ પર ૧૦ વાગ્યે થશે.