07 October, 2021 07:11 PM IST | Mumbai | Shilpa Bhanushali
વિક્રમ ભટ્ટ પત્ની શ્વેતાંબરી સોની
વિક્રમ ભટ્ટ (Vikram Bhatt) અને તેમની પત્નીની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. રિપૉર્ટ્સ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે કપલે લગભગ એક વર્ષ પહેલા જ લગ્ન કરી લીધા હતા પણ તે સીક્રેટ રાખવા માગતા હતા. જો કે, બન્નેએ સંપૂર્ણ રીતિરિવાજો પ્રમાણે લગ્ન કર્યા છે. આ લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
વિક્રમ ભટ્ટે લગભગ એક વર્ષ સુધી પોતાના લગ્ન ગુપ્ત રાખ્યા બાદ ગઈકાલે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે તેમણે શ્વેતાંબરી સોની સાથે લગ્ન કરી લીધા છે ત્યારે જાણો કોણ છે શ્વેતાંબરી સોની...
શ્વેતાંબરી સોની વિક્રમ ભટ્ટની બીજી પત્ની છે. જણાવવાનું કે આ પહેલા વિક્રમ ભટ્ટે અદિતિ સાથે ઘણાં સમય સુધી હતા અને બન્નેએ પોતાના રિલેશનને ખૂબ જ એન્જૉય કર્યા અને વર્ષ 1998માં બન્નેએ છૂટા પડવાનો નિર્ણય લીધો. વિક્રમ ભટ્ટ અને અદિતિ ભટ્ટની એક દીકરી કૃષ્ણા પણ છે.
વિક્રમ ભટ્ટે શ્વેતાંબરી સોની સાથે લગ્ન કર્યા છે. જો કે વિક્રમ ભટ્ટે જે તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે ત્યાર બાદ શ્વેતાંબરી સોનીની દુલ્હનની જેમ તૈયાર થયેલી તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં શ્વેતાંબરી અને વિક્રમ ભટ્ટ બન્નેની એકબીજા સાથેની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે.
એક તરફ જ્યા વિક્રમ ભટ્ટ 52 વર્ષના છે ત્યારે શ્વેતાંબરીની ઉંમર માત્ર 35 વર્ષની છે.
શ્વેતાંબરી સોની એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ નમ્રતા સોનીની બહેન છે. જણાવવાનું કે નમ્રતા સોનીએ જ પોતાની બહેનને એટલે કે શ્વેતાંબરી સોનીને તેના લગ્ન સમયે તૈયાર કરી હતી.
નમ્રતા સોનીએ બહેનના લગ્ન બાદ ઇન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો સાથે પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે જણાવ્યું કે શ્વેતાંબરી સોનીના લગ્ન વિક્રમ ભટ્ટ સાથે થયા છે.
જણાવવાનું કે વિક્રમ ભટ્ટ અને શ્વેતાંબરી સોનીનાં લગ્ન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયા હતા.
શ્વેતાંબરી સોનીના જન્મદિવસે તેમને વધામણી આપતા વિક્રમ ભટ્ટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.