આ કન્યાને કારણે ભાઈઓ અલ્લુ અર્જુન અને રામચરણ તેજાના સંબંધોમાં છે કડવાશ

10 April, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ્લુ અર્જુનની આઠમી એપ્રિલે ૪૩મી વર્ષગાંઠ હતી. કૌટુંબિક સંબંધોની વાત કરીએ તો તે સાઉથના બીજા સુપરસ્ટાર રામચરણ તેજાનો મામાનો દીકરો છે. જોકે આ બન્ને કઝિન ભાઈઓના સંબંધમાં ૧૮ વર્ષથી ભારે કડવાશ છે અને એની પાછળનું કારણ બહુ ઓછા લોકોને ખબર છે.

અલ્લુ અર્જુનનું બર્થ-ડેનું સેલિબ્રેશન

અલ્લુ અર્જુનની આઠમી એપ્રિલે ૪૩મી વર્ષગાંઠ હતી. કૌટુંબિક સંબંધોની વાત કરીએ તો તે સાઉથના બીજા સુપરસ્ટાર રામચરણ તેજાનો મામાનો દીકરો છે. જોકે આ બન્ને કઝિન ભાઈઓના સંબંધમાં ૧૮ વર્ષથી ભારે કડવાશ છે અને એની પાછળનું કારણ બહુ ઓછા લોકોને ખબર છે. તેમના સંબંધોમાં આવી કડવાશનું કારણ છે ઍક્ટ્રેસ નેહા શર્મા.
અલ્લુ અર્જુન ખ્યાતનામ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદનો દીકરો છે. તેની ફોઈ સુરેખા કોનિડેલા એ રામચરણ તેજાની મમ્મી અને ચિરંજીવીની પત્ની છે.

રામચરણ તેજા અને અલ્લુ અર્જુન વચ્ચે બાળપણમાં બહુ પ્રેમ હતો, પણ ૨૦૦૭માં બૉલીવુડની ઍક્ટ્રેસ નેહા શર્મા અને રામચરણ તેજાની રિલેશનશિપને કારણે સમસ્યા સર્જાઈ હતી. નેહા બૉલીવુડમાં તો ૨૦૧૦માં ‘ક્રૂક’થી પ્રવેશી હતી, પણ એ પહેલાં તેણે ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ ‘ચિરુથા’માં રામચરણ તેજાની હિરોઇન બનીને સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી. એ સમયે નેહા અને અલ્લુ અર્જુન રિલેશનશિપમાં હતાં, પણ ‘ચિરુથા’માં કામ કરતી વખતે નેહા અને રામચરણ તેજા એકબીજાની નજીક આવી ગયાં હતાં. સંબંધોના આ વળાંકને કારણે અલ્લુ અર્જુનનું દિલ તૂટી ગયું અને તેને લાગ્યું હતું કે કઝિન રામચરણે તેની સાથે દગો કરીને તેની પ્રેમિકા પડાવી લીધી છે.

જોકે હાલમાં તો બન્ને પરણીને પોતાના સંસારમાં ઠરીઠામ થઈ ગયા છે અને નેહા શર્મા પણ બન્નેથી અલગ થઈ ગઈ છે. નેહા અત્યારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કામુક તસવીરો પોસ્ટ કરવા માટે વધુ જાણીતી છે. આ પરિસ્થિતિમાં પણ અલ્લુ અર્જુન અને રામચરણ તેજાના સંબંધોમાં જે ગાંઠ પડી ગઈ છે એ હજી પણ ખૂલી નથી શકી.

પરિવાર સાથે પ્રાઇવેટ બર્થ-ડે
અલ્લુ અર્જુને બર્થ-ડેનું સેલિબ્રેશન પત્ની સ્નેહા રેડ્ડી અને દીકરા અયાન તથા દીકરી અરહા સાથે બહુ શાંતિપૂર્ણ રીતે કર્યું હતું. 

allu arjun ram charan bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news