મલાઇકાને પૈઠણી સાડી કોણે ગિફ્ટ કરી?

13 March, 2020 02:37 PM IST  |  Mumbai Desk

મલાઇકાને પૈઠણી સાડી કોણે ગિફ્ટ કરી?

મલાઇકા અરોરા

મલાઇકા અરોરાને હાલમાં જ પૈઠણી સાડી અને નથણી ગિફ્ટ કરવામાં આવી છે. તે હાલમાં સોની પર આવતા શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને જજ કરી રહી છે. આ શોની સ્પર્ધક રુતુજાના પેરન્ટ્સ દ્વારા તેને આ ગિફ્ટ કરવામાં આવી હતી. રુતુજા આ શોમાં લાવણી ડાન્સ કરતી જોવા મળશે. આ ફોક ડાન્સને સપોર્ટ કરવા બદલ શોના જજ દ્વારા રુતુજાના પેરન્ટ્સનો આભાર માનવામાં આવ્યો હતો. તેઓ પુણેથી મલાઇકા માટે પૈઠણી સાડી અને નથણી લઈ આવ્યા હતા. આ વિશે મલાઇકાએ કહ્યું હતું કે ‘મને આ પૈઠણી સાડીનો પિન્ક કલર ખૂબ ગમ્યો છે. મારી પાસે આવી એક પણ સાડી ન હોવાથી મેં આ ટ્રેડિશનલ લુક ક્યારેય ટ્રાય નહોતો કર્યો. હું આને માટે રુતુજા અને તેના પેરન્ટ્સનો આભાર માનું છું અને એ આ શોના એક એપિસોડમાં પહેરવાની કોશિશ પણ કરીશ.’

bollywood bollywood news malaika arora bollywood gossips