એક ચાહકે કૅટરિના સમજતાં નારાજ થઈ નર્ગિસ

03 July, 2017 04:33 AM IST  | 

એક ચાહકે કૅટરિના સમજતાં નારાજ થઈ નર્ગિસ


નર્ગિસે ટ્વિટર પર ઘણીબધી ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘એક વ્યક્તિએ મારી પાસે આવીને કહ્યું કે હાય કૅટરિના, હું તારી સાથે ફોટો ક્લિક કરી શકું? મેં તેને કહ્યું કે તારો આભાર, પણ હું કૅટરિના નથી. તેણે કહ્યું, કોઈ વાંધો નહીં. તો પણ હું તારી સાથે ફોટો લઈશ, કારણ કે તું તેના જેવી જ દેખાય છે. તમને નથી ઓળખતા છતાં લોકો તમારી સાથે ફોટો લે એ વાત ખૂબ અદ્ભુત અને વિચિત્ર કહેવાય. તમે ના પાડો છતાં તેઓ કોઈ પણ રીતે તમારી સાથે ફોટો લઈને જ રહેશે.’