30 May, 2022 06:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય રીતરિવાજથી લગ્ન કર્યા બાદ કનિકા કપૂર અને ગૌતમ હાથીરમાણીએ લંડનમાં કૉર્ટ-મૅરૅજ કરી લીધાં છે.
તાજેતરમાં જ એનઆરઆઇ ગૌતમ હાથીરમાણી સાથે લગ્ન કરનાર કનિકા કપૂરે જણાવ્યું છે કે તેને અગાઉ એ ડર હતો કે તે પોતે ડિવૉર્સી અને ૩ બાળકોની મમ્મી હોવાથી ગૌતમની ફૅમિલી તેનો સ્વીકાર કરશે કે નહીં. આ બન્ને એકબીજાને ૧૫ વર્ષથી ઓળખતાં હતાં. હાલમાં જ બન્નેએ લગ્ન કર્યાં છે. એના ફોટો કનિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. બન્નેએ લગ્ન પહેલાંની તમામ વિધિઓને ખૂબ એન્જૉય કરી હતી. જણાવી દઈએ કે લગ્ન માટેનો પ્રસ્તાવ કનિકાએ જ ગૌતમ સામે રાખ્યો હતો. બાદમાં તેની લવ સ્ટોરી આગળ વધી હતી. જોકે લગ્નને લઈને ડર હતો એ વિશે કનિકાએ કહ્યું કે ‘વાસ્તવિકતા એ છે કે હું ડિવૉર્સી હતી અને ૩ બાળકોની મમ્મી છું. મને વિશ્વાસ નહોતો કે તે કે પછી તેની ફૅમિલી મને સ્વીકારશે. જોકે મારી ધારણા ખોટી પડી. આજે હું મહિલાઓને કહેવા માગું છું કે જીવનમાં ગમે એવી કઠિન પરિસ્થિતિ આવે, પરંતુ છેવટે તો બધું સારું જ થવાનું હોય છે.’
ભારતીય રીતરિવાજથી લગ્ન કર્યા બાદ કનિકા કપૂર અને ગૌતમ હાથીરમાણીએ લંડનમાં કૉર્ટ-મૅરૅજ કરી લીધાં છે.