હૃતિકે કેવી ફિલ્મો પાછી કરવી છે?

22 March, 2020 03:09 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

હૃતિકે કેવી ફિલ્મો પાછી કરવી છે?

હ્રિતિક રોશન

હૃતિક રોશનનું કહેવું છે કે તેની ફિલ્મોગ્રાફીમાં ત્રણ ફિલ્મ એવી છે જે તેને ફરી કરવાનું ગમશે. તેણે રોમૅન્ટિક, ઍક્શન, થ્રિલર, બાયોપિક, કમર્શિયલ અને ક્રિટિક્સને ગમે એવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બૉલીવુડમાં હાલમાં જૂની ફિલ્મોને ફરી બનાવવાની સીઝન ચાલી રહી છે. જોકે હૃતિકને તો પોતાની જ ફિલ્મો ફરી કરવી છે. આ વિશે વાત કરતાં હૃતિકે કહ્યું હતું કે ‘મને લાગે છે કે મારી પસંદગીની ફિલ્મો જે પણ છે એમાં બે કે એનાથી વધુ ઍક્ટર્સ સાથે મેં કામ કર્યું છે. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ હોય કે ટાઇગર સાથે ‘વૉર’ હોય કે પછી ‘ધૂમ ૨’. આવી ફિલ્મો મને ખૂબ ગમે છે, કારણ કે એકથી વધુ ઍક્ટર્સ સાથે કામ કરવાનું મને ગમે છે. તેમની સાથેની દોસ્તીથી પર ફિલ્મમાં ખૂબ ફરક પડે છે અને એથી જ મને આ ફિલ્મો કરવાનું પાછું ગમશે.’

hrithik roshan bollywood bollywood news bollywood gossips