તારા સુતરિયા સાથેની પહેલી મુલાકાતમાં સિદ્ધાથે તેને શું સવાલ કર્યો હતો?

14 November, 2019 09:58 AM IST  |  Mumbai

તારા સુતરિયા સાથેની પહેલી મુલાકાતમાં સિદ્ધાથે તેને શું સવાલ કર્યો હતો?

સિદ્ધાર્થ અને રિતેશ

તારા સુતરિયા સાથે પહેલી મુલાકાત કેવી રહી હતી એ વિશે સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ વાતચિત કરી હતી. તેમણે હાલમાં જ ‘મરજાવાં’મા સાથે કામ કર્યું છે, પરંતુ તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં છે એવી ચર્ચા પણ ઘણાં સમયથી ચાલી રહી છે. તેમની પહેલી મુલાકાત દિવાળી પાર્ટીમાં થઈ હતી. મિલાપ ઝવેરી ડિરેક્ટેડ આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી ‘મરજાવાં’માં તેમની સાથે રિતેશ દેશમુખ અને રકુલ પ્રિત સિંહ પણ જોવા મળશે. સિદ્ધાર્થનું નામ આલિયા ભટ્ટ, જૅકલિન ફર્નાન્ડિસ અને કિયારા અડવાણી સાથે જોડાઈ ચૂક્યું છે અને હવે તારા સુતરિયા સાથે તેનાં રિલેશન હોવાની ચર્ચા ચગડોળે ચગી છે. આ બન્નેમાં એક સમાનતા એ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી અને તારા સુતરિયાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી પોતાનાં કરીઅરની શરૂઆત કરી હતી. આ બન્ને ફિલ્મોને કરણ જોહરે બનાવી હતી. તારા સૂતરિયા સાથેની પહેલી મુલાકાત વિશે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘મને યાદ છે કે મેં તેને પૂછ્યુ હતું કે સેન્ટ ટૅરેસા કોલેજ (‘સ્ટુડન્ટ ઑફ ધ યર’)નું કૅમ્પસ પહેલાં કરતાં મોટુ અને કૂલ બન્યું છે? ત્યાર બાદ અમને જાણવા મળ્યુ કે અમે બન્ને પાડોશી છીએ. હું એ જાણીને પણ ખૂબ ઉત્સાહિત થયો હતો કે તે એક ટ્રેઇન્ડ સિંગર છે. આમ છતાં તે આ ફિલ્મમાં બોલી ના શકનારી છોકરીનાં પાત્રમાં જોવા મળવાની છે.’

sidharth malhotra riteish deshmukh