સામે આવ્યું ધુરંધર : ધ રિવેન્જ અને ટૉક્સિકની ટક્કર પાછળનું સાચું કારણ

18 February, 2026 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઘણા લોકો માને છે કે યશ અહંકારમાં આવીને ‘ટૉક્સિક’ને ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યો છે

‘ધુરંધર : ધ રિવેન્જ’ તેમજ ‘ટૉક્સિક’

૧૯ માર્ચે યશની ફિલ્મ ‘ટૉક્સિક’ અને રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ વચ્ચે મોટી ટક્કર થવાની છે. આ બન્ને ફિલ્મો મોટી છે અને માનવામાં આવે છે કે બન્ને ફિલ્મોની સાથે રિલીઝ ટાળવામાં આવી હોત તો બન્ને ફિલ્મોને ફાયદો થાત. શરૂઆતમાં એવી ચર્ચાઓ હતી કે યશ પોતાની ફિલ્મ ‘ટૉક્સિક’ને પોસ્ટપોન કરી શકે છે. જોકે તેને ડિરેક્ટર આદિત્ય ધરની એક બાબત સામે ફરિયાદ હોવાનું કહેવાય છે. 

રિપોર્ટ મુજબ ‘ટૉક્સિક’ની અનાઉન્સમેન્ટ લગભગ ૩ વર્ષ પહેલાં ૨૦૨૩ના ડિસેમ્બરમાં થઈ ગઈ હતી અને ‘ટૉક્સિક’ના મેકર્સે ગયા વર્ષે માર્ચમાં જ રિલીઝ-ડેટ જાહેર કરી દીધી હતી. આ તારીખે જ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવતાં યશ નારાજ થઈ ગયો છે કારણ કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ટીમે ઈદ પર ફિલ્મ લાવવાની યોજના વિશે પહેલેથી જાણકારી આપી નહોતી, જ્યારે આ તારીખ પહેલેથી ‘ટૉક્સિક’ માટે નક્કી હતી. યશનું માનવું છે કે જો બીજી ફિલ્મ એ જ દિવસે આવવાની હતી તો ઓછામાં ઓછો એક શિષ્ટાચારરૂપ ફોન કરવો જોઈતો હતો. ‘ટૉક્સિક’ની ટીમનું માનવું છે કે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પરસ્પર સંવાદ અને સમન્વયની સંસ્કૃતિ દક્ષિણ ઇન્ડસ્ટ્રી જેટલી મજબૂત જોવા મળતી નથી. આ મામલે નારાજગીને કારણે યશે પછી પોતાની ફિલ્મની તારીખ ન  બદલવાનું નક્કી કર્યું. 

‘ટૉક્સિક’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી કે ‘ઘણા લોકો માને છે કે યશ અહંકારમાં આવીને ‘ટૉક્સિક’ને ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યો છે પરંતુ હકીકતમાં એવું નથી, તે સમજદાર બિઝનેસમૅન છે. જો તેને ‘ધુરંધર : ધ રિવેન્જ’થી કોઈ જોખમ લાગતું હોત તો કદાચ રિલીઝ-ડેટ બદલવા વિચાર કરત પરંતુ તેને પોતાની ફિલ્મ પર વિશ્વાસ છે અને તે માત્ર ઓપનિંગ વીક-એન્ડ નહીં, લાંબા સમય સુધી થિયેટરોમાં ટકી રહેવાની યોજના બનાવી રહ્યો છે.’

dhurandhar entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood upcoming movie indian films aditya dhar ranveer singh