Welcome 3: જન્મદિવસે અક્ષય કુમારે ચાહકોને આપ્યું સરપ્રાઈઝ અને પછી...

09 September, 2023 08:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Welcome 3: અક્ષય કુમારે પોતાના જન્મદિવસે પોતાની મોસ્ટ અવેઈટેડ વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ઈન્સ્ટૉલમેન્ટ `વેલકમ 3`નું ટીઝર જાહેર કરી દીધું છે, સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

વેલકમ 3 (તસવીર સૌજન્ય મિડ-ડે)

Welcome 3: અક્ષય કુમારે પોતાના જન્મદિવસે પોતાની મોસ્ટ અવેઈટેડ વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ઈન્સ્ટૉલમેન્ટ `વેલકમ 3`નું ટીઝર જાહેર કરી દીધું છે, સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

Welcome 3 Teaser Released: બૉલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આજે પોતાનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ અવસરે એક્ટરને સેલેબ્સ સહિત ફેન્સ પણ વધામણીઓ આપી રહ્યા છે. તો અક્ષય કુમારે પણ પોતાના જન્મદિવસના અવસરે પોતાના ચાહકોને ટ્રીટ આપી છે. હકીકતે એક્ટરે પોતાના જન્મદિવસે પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ` (વેલકમ 3)નું રસપ્રદ ટીઝર જાહેર કરી દીધું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ અને સ્ટાર કાસ્ટનો પણ ખુલાસો થઈ ગયો છે.

અક્ષય કુમારે જાહેર કર્યું `વેલકમ ટૂ ધ જંગલ`નું ટીઝર
તો `વેલકમ ટૂ ધ જંગલ`ના ટીઝરની વાત કરીએ તો આ ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે. ટીઝરની શરૂઆત જંગલથી થાય છે. જ્યાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આર્મી ડ્રેસ પહેરીને વેલકમ 3નું ટાઈટલ સૉન્ગ ગાતી જોવા મળી છે. વચ્ચે દિશા પટણી અને અક્ષય કુમારની નોંક-ઝોક પણ થાય છે અને પછી રવીના ટંડન વચ્ચે બચાવ પણ કરે છે.

ક્યારે રિલીઝ થશે `વેલકમ ટૂ ધ જંગલ`
ટીઝર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શૅર કરતા અક્ષય કુમારે લખ્યું છે, "પોતાને અને તમને બધાને જન્મદિવસે એક ભેટ આપી છે આજે. જો તમને આ ગમ્યું તો તમે થેન્ક્સ કહેશો તો હું વેલકમ (30) કહીશ." આની સાથે જ અક્ષયે ફિલ્મની રિલીઝ ડેટ પણ અનાઉન્સ કરી દીધી છે. જે પ્રમાણે `વેલકમ ટૂ ધ જંગલ` આવતા વર્ષે 20 ડિસેમ્બર 2024ના સિનેમાઘરોમાં દસ્તક દેશે.

વેલકમ 3ની સ્ટારકાસ્ટનો પણ થયો ખુલાસો
`વેલકમ ટૂ ધ જંગલ`, વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ઈન્સ્ટૉલમેન્ટ છે. આ પહેલા બે પાર્ટ સુપરહિટ રહ્યા હતા અને હવે વેલકમ 3 અથવા `વેલકમ ટુ ધ જંગલ` પણ ફુલ ઑફ લાફ્ટરના ડોઝ હશે એવું લાગી રહ્યું છે. ફિલ્મમાં બૉલિવૂડના તમામ સિતારા જોવા મળી રહ્યા છે. ટીઝરથી ફિલ્મની સ્ટારકાસ્ટનો ખુલાસો થઈ ગયો છે. `વેલકમ ટૂ ધ જંગલ`માં અક્ષય કુમાર, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડિઝ, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, જૉની લીવર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા, અરશદ વારસી, દલેર મેહંદી, મિકા સિંહ, રવીના ટંડન, લારા દત્તા, મુકેશ તિવારી, શારિબ હાશિમ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, રાહુલ દેવ, જાકિર હુસૈન, યશપાલ શર્મા સહિત અનેક સ્ટાર્સ ધમાલ મચાવે છે. રસપ્રદ વાત એ છે કે ઘણાં સમય બાદ રવીના ટંડન અને અક્ષય કુમાર સ્ક્રીન સ્પેસ શૅર કરતા જોવા મળશે.

વેલકમ 3માં 24 સ્ટાર્સે પરફૉર્મ કર્યું કેપેલા
જણાવવાનું કે `વેલકમ ટૂ ધ જંગલ`માં પહેલીવાર 24 એક્ટર્સ કેપેલા પરફૉર્મ કરતા જોવા મળશે. જણાવવાનું કે કેપેલાનો અર્થ છે કે કોઈપણ મ્યૂઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ વગર કેટલાક લોકો દ્વારા ગીત ગાવામાં આવે. જિયો સ્ટૂડિયોઝ અને બેઝ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ પ્રેઝેન્ટ `વેલકમ ટૂ ધ જંગલ` જ્યોતિ દેશપાંડે અને ફિરોઝ નડિયાદવાલા દ્વારા નિર્મિત અને અહમદ ખાન દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ હાલ પ્રી-પ્રૉડક્શનમાં છે અને `20 ડિસેમ્બર 2024`ના આની ગ્રાન્ડ થિએટ્રિકલ રિલીઝ થશે. મેકર્સ હસવા અને એન્ટરટેઈન્મેન્ટની તે લિગસીને જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે જેને માટે `વેલકમ` ફ્રેન્ચાઈઝી જાણીતી છે.

akshay kumar happy birthday raveena tandon welcome shilpa shetty bollywood news bollywood gossips bollywood entertainment news