ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછી બને છે રોમૅન્ટિક-કૉમેડી : યામી

25 November, 2019 10:05 AM IST  |  Mumbai | Mohar Basu

ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછી બને છે રોમૅન્ટિક-કૉમેડી : યામી

યામી ગૌતમ

યામી ગૌતમનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાં રોમૅન્ટિક-કૉમેડી ખૂબ ઓછી બનાવવામાં આવે છે. તે જલદી જ વિક્રાન્ત મૅસી સાથે ‘ગિની વેડ્સ સની’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે દિલ્હીની યુવતીની ભૂમિકામાં દેખાશે. રોમૅન્ટિક-કૉમેડી વિશે યામીએ કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીમાં રોમૅન્ટિક-કૉમેડી ખૂબ ઓછી બનાવવામાં આવે છે. મને ૨૦૦૪માં આવેલી ‘હમ તુમ’ અને ૨૦૦૯માં આવેલી ‘લવ આજ કલ’ યાદ છે.’
‘ગિની વેડ્સ સની’ વિશે યામીએ કહ્યું હતું કે ‘ફિલ્મમાં મમ્મી છેવટે મારા પાત્ર ગિની અને વિક્રાન્તના‍ સની માટે મૅચમેકર બને છે. ફિલ્મમાં મૉડર્ન રિલેશનશિપ્સને દેખાડવામાં આવશે. એ દરમ્યાન જાણવા મળે છે કે આજના સમયમાં પ્રેમ હવે કૉસ્મેટિક બની ગયો છે.’
વિક્રાન્તની પ્રશંસા કરતાં યામીએ કહ્યું હતું કે ‘તે અદ્ભુત ઍક્ટર છે. તે ફિલ્મના કૅરૅક્ટરમાં ઓતપ્રોત થઈ જાય છે. આ ફિલ્મમાં આમ તો અમે કંઈ નવી વસ્તુ નથી દેખાડવાના. ફિલ્મમાં કોઈ પીડિત યુવાન યુવતીને મળે એવો પણ કન્સેપ્ટ નથી.’

yami gautam vikrant massey