Madam Chief Minister Trailer: જે મેટ્રો બનાવે છે, તે ચૂંટણી હારે છે

06 January, 2021 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Madam Chief Minister Trailer: જે મેટ્રો બનાવે છે, તે ચૂંટણી હારે છે

તસવીર સૌજન્ય જાગરણ

શકીલા બાદ રિચા ચડ્ઢાની ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટર સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. બુધવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં રિચા ચડ્ઢા એક તેજતર્રાર પૉલિટિશિયનનું પાત્ર ભજવી રહી છે, જેણે પ્રદેશના મુખ્યમંત્રી સુધીનો પ્રવાસ ખેડ્યો છે.

મેડમ ચીફ મિનિસ્ટરનું નિર્દેશન સુભાષ કપૂરે કર્યું છે, જે આ પહેલા અરશદ વારસી સાથે જૉલી એલએલબી અને પછી અક્ષય કુમાર સાથે જૉલી એલએલબી 2 જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. મેડમ ચીફ મિનિસ્ટર 22 જાન્યુઆરીના થિએટર્સમાં રિલીઝ થશે. મંગળવારે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો હતો, જેના પર રિચાના હાથમાં ઝાડુ જોવા મળ્યો હતો.

મેડમ ચીફ મિનિસ્ટર એક સાથે કેટલાય મુખ્ય સામાજિક અને રાજનૈતિક પાસાઓ પર ટિપ્પણી કરે છે. ફિલ્મમાં રિચા એક સમુદાય વિશેષની મહત્વાકાંક્ષી છોકરીના પાત્રમાં છે, જે જાતિગત અને સામાજિક વિષમતાઓ વિરુદ્ધ દગાખોરી કરતા સૂબાની સિયાસતના શીર્ષ પર પહોંચે છે. ફિલ્મના કેટલાક સંવાદ સમસામયિક અને પ્રાસંગિક છે. પરિણામે, જે મેટ્રો બનાવડાવે છે તે ચૂંટણી હારી જાય છે અને જે મંદિર બનાવડાવે છે તે ચૂંટણી જીતી જાય છે. મેડમ ચીફ મિનિસ્ટરમાં રિચા સાથે સૌરભ શુક્લા અને માનવ કૉલ જેવા કલાકાર મુખ્ય સ્ટાર કાસ્ટનો ભાગ છે. ટ્રેલર રિલીઝ થતા પહેલા રિચાને સોશિયલ મીડિયામાં અનેક શુભેચ્છાઓ અને વધામણી મળી રહી છે.

રિચાએ ટ્રેલર શૅર કરતા લખ્યું, આંદોલન બસ શરૂ થયું છે. મારી આગામી ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટર માટે તૈયાર થઈ જાઓ. ફિલ્મ 22 જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે.

જણાવવાનું કે, આ પહેલા રિચાની ફિલ્મ શકીલા ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જે દક્ષિણ ભારતીય એડલ્ટ સ્ટાર શકીલાની બાયોપિક હતી. શકીલામાં પંકજ ત્રિપાઠી રિચા સાથે મુખ્ય સ્ટાર કાસ્ટનો ભાગ હતા. મેડમ ચીફ મિનિસ્ટર પણ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પણ પેન્ડેમિકને કારણે સિનેમાઘરો બંધ થવાને કારણે રિલીઝ થઈ શકી નહોતી.

bollywood richa chadda richa chadha bollywood news trailer launch bollywood gossips