BAFTAના લૉન્ગ લિસ્ટમાં ૭ નૉમિનેશન મળ્યાં ધ વાઇટ ટાઇગરને

06 February, 2021 02:56 PM IST  |  Washingto | Agency

BAFTAના લૉન્ગ લિસ્ટમાં ૭ નૉમિનેશન મળ્યાં ધ વાઇટ ટાઇગરને

પ્રિયંકા અને રાજકુમાર

બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ એટલે કે BAFTAની વિવિધ કૅટેગરીના લૉન્ગ લિસ્ટમાં ‘ધ વાઇટ ટાઇગર’ને ૭ નૉમિનેશન મળ્યાં છે. પ્રિયંકા ચોપડા જોનસને પણ આ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સને કારણે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ માટે નૉમિનેટ કરવામાં આવી છે. તે આ ફિલ્મની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ હતી. ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ઍક્ટર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઍડપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ સિનેમૅટોગ્રાફી અને બેસ્ટ એડિટિંગ તરીકેનું પણ નૉમિનેશન મળ્યું છે. આદર્શ ગૌરવને બેસ્ટ ઍક્ટર કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ અરવિંદ અડીગાની બુક પરથી બનાવવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર રામિન બહરાની છે. હજી ફાઇનલ રાઉન્ડ થવાનો બાકી છે. નૉમિનેશનનું ફાઇનલ લિસ્ટ ૯ માર્ચે જાહેર કરવામાં આવશે. ૧૧ એપ્રિલે અવૉર્ડ સેરેમની આયોજિત થવાની છે.

priyanka chopra rajkummar rao bollywood bollywood news