18 August, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘વૉર 2’
હૃતિક રોશન અને જુનિયર NTR સ્ટારર યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વૉર 2’ની રિલીઝ પહેલાં બહુ ચર્ચા હતી પણ ફિલ્મની બૉક્સ-ઑફિસની કમાણી પ્રમાણમાં ઓછી છે. આ સંજોગોમાં હવે યશરાજ ફિલ્મ્સની જ ‘પઠાન’ના અસિસ્ટન્ટ ડિરેક્ટર રાજવીર અશરે પોતાનું ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘વૉર 2’ સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ છે.
રિપોર્ટ પ્રમાણે ‘વૉર 2’એ ઓપનિંગ દિવસે ૫૨ કરોડની કમાણી કરી હતી અને ત્રીજા જ દિવસે એની કમાણી ૪૨.૦૨ ટકા ઘટી ગઈ ગઈ છે જેનાથી મેકર્સને મોટો આંચકો લાગ્યો છે. આ જ પ્રોડક્શન હાઉસની ‘પઠાન’ના અસિસ્ટન્ટ ડિરેક્ટર રાજવીર અશરે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ‘જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ મોટી નિરાશામાં બદલાઈ ગયો. મારા માટે એ ખરેખર દિલ તોડી નાખતો અનુભવ હતો. હું આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, પણ એણે મને બહુ નિરાશ કરી. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઠીક છે પણ સેકન્ડ હાફ હદથી વધારે લાંબો અને ઇમોશનલી ફ્લૅટ હતો. આ ફિલ્મમાં કોઈ ઉત્સાહ નહોતો અને એ મને ઇમોશનલી પણ કનેક્ટ નથી કરી શકી. ‘વૉર 2’ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ છે.’