કાર્ડિયક અરેસ્ટને કારણે થયું વાજિદ ખાનનું નિધન, પરિવારે આપ્યું નિવેદન

06 June, 2020 03:32 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કાર્ડિયક અરેસ્ટને કારણે થયું વાજિદ ખાનનું નિધન, પરિવારે આપ્યું નિવેદન

સાજિદ-વાજિદ (ફાઇલ ફોટો)

બોલીવુડના જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનના નિધન બાદ શુક્રવારે તેમના પરિવારે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે સારવાર માટે હૉસ્પિટલના કર્મચારીઓનો આભાર માન્યો છે. પરિવારે એ પણ જણાવ્યું કે વાજિદનું મૃત્યુ કાર્ડિયક અરેસ્ટને કારણે થયું. નિવેદનમાં કોરોના વાયરસનો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમારા વ્હાલા વાજિદનું નિધન 47 વર્ષની વયે 1 જૂનના કાર્ડિયક અરેસ્ટને કારણે સુરાના સેઠિયા હૉસ્પિટલમાં 00.30 વાગ્યે થયું. ગયા વર્ષે તેનું એક સફળ કિડની ટ્રાન્સપ્લાંટ કરવામાં આવ્યું હતું અને તેની ગળાના ઇન્ફેક્શનની સારવાર થઈ રહી હતી."

નિવેદનમાં આગળ લખ્યું છે કે, "અમે ડૉ. પ્રિંસ સુરાણા પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા માગીએ છીએ, જે અમારા પરિવાર જેવા છે અને જેમણે વાજિદની સારવાર એક ભાઈની જેમ કરી હતી. ડૉ. પ્રશાંત કેવલે, ડૉ. કીર્તિ સબનીસ, ડૉ. નિખિલ જૈન, ડૉ. રૂપેશ નાઇક, ડૉ. દીપેન દેઓલ, ડૉ. અસીમ થમ્બા અને હૉસ્પિટલના બધાં કર્મચારીઓ જે વાજિદનું ધ્યાન રાખતાં હતા અને તેની સારવારમાં જ કોઇ જ ઉણપ બાકી ન રાખી, અમે તમારો બધાંનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ."

નિવેદન સંગીતકાર જોડી સાજિદ-વાજિદના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. સાજિદ-વાજિદે સૌથી પગેલા 1998માં આવેલી સલમાન ખાનની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' દ્વારા પોતાના કરિઅકની શરૂઆત કરી હતી. વાજિદે 'દબંગ', 'વીર', ''ગૉડ તુસ્સી ગ્રેટ હો', નો પ્રૉબ્લમ', અને 'પાર્ટનર' સહિત ઘણી ફિલ્મોમાં ગીત ગાયા છે. સાજિદ વાજિદની જોડીએ 'એક થા ટાઇગર', 'રાઉડી રાઠોડ', 'હાઉસફુલ-2', 'તુમકો ન ભૂલ પાએંગે', 'તેરે નામ', 'મુજસે શાદી કરોગી', 'વૉન્ટેડ', 'મેં ઓર મિસિસ ખન્ના', 'વીર' સહિત અન્ય ઘણી ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યું.

sajid-wajid bollywood bollywood news bollywood gossips