Waheeda Rehmanને મળ્યું બૉલિવૂડનો સર્વોચ્ચ સન્માન, જુઓ તેમની જર્ની

26 September, 2023 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થશે વહીદા રહમાન, આજે પણ અભિનેત્રીઓ માટે `ગાઈડ` (Waheeda Rehman Honored with Dadasaheb Phalke Lifetime Achievement Award)

વહીદા રહમાન (તસવીર સૌજન્ય મિડ-ડે)

Waheeda Rehman: દિગ્ગજ બૉલિવૂડ એક્ટ્રેસ વહીદા રહમાનને દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. સૂચના તેમજ પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એક ટ્વીટ કરીને તેમની ઉપલબ્ધિઓ વિશે લખ્યું છે. (Dadasaheb Phalke Lifetime Achievement Award)

`ગાઈડ`, `પ્યાસા`, `કાગઝ કે ફૂલ` અને `ખામોશી` જેવી ઘણી આઇકોનિક ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને `દાદા સાહેબ ફાળકે` સન્માન આપવામાં આવ્યું છે. સૂચના તેમજ પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે કે મનોરંજન જગતમાં અદ્વિતીય યોગદાન માટે વહીદા રહમાનજીને આ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

અનુરાગ ઠાકુરે ટ્વીટ દ્વારા કરી જાહેરાત
અનુરાગ ઠાકુરે પોતાના ટ્વીટમાં લખ્યું, "હું આ જાહેરાત કરતા ખૂબ જ આનંદ અને સન્માન અનુભવી રહ્યો છું કે વહીદા રહમાનજીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વહીદાજીની હિન્દી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે ક્રિટિક્સ તરફથી પણ તેમના વખાણ કરવામાં આવ્યા છે. પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌદહવી કા ચાંદ, સાહેબ બીવી અને ગુલામ, ગાઈડ, ખામોશી જેવી અનેક ફિલ્મો માટે." વહીદા રહમાનને Dadasaheb Phalke Lifetime Achievement Award દ્વારા નવાજવામાં આવશે.

ફિલ્મોમાં પાંચ દાયકાથી વધારેનું યોગદાન
અનુરાગ ઠાકુરે પોતાના ટ્વીટમાં લખ્યું, "પોતાના 5 દાયકાથી પણ લાંબા કરિઅરમાં તેમણે પોતાના પાત્રોને ખૂબ જ સુંદર રીતે ભજવ્યા છે. જેને કારણે ફિલ્મ `રેશમા` અને `શેરા`માં કુલવધૂનું પાત્ર ભજવવા માટે તેમને નેશનલ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત, વહીદાજીએ એક ભારતીય નારીના સમર્પણ, પ્રતિબદ્ધતા અને શક્તિનું ઉદાહરણ આપ્યું છે, જે પોતાની મહેનતથી પ્રોફેશનલ એક્સીલેન્સના ઉચ્ચતમ સ્તરને હાંસલ કરી શક્યાં છે."

અગ્રણી મહિલાઓ માટે સાચ્ચી શ્રદ્ધાંજલિ
અનુરાગ ઠાકુરે લખ્યું, "આવા સમયમાં જ્યારે સંસદ દ્વારા ઐતિહાસિક `નારી શક્તિ વંદન અધિનિયમ` પાસ કરવામાં આવ્યું છે, તેમને આ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવવું ભારતીય સિનેમાનાં અગ્રણી મહિલાઓમાંની એક માટે આ એક સાચ્ચી શ્રદ્ધાંજલિ છે." અનુરાગ ઠાકુરે લખ્યું કે વહીદા રહમાને ફિલ્મો બાદ પોતાનું જીવન પરોપકાર માટે સમર્પિત કરી દીધું છે તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું અને હું તેમને વધામણી આપું છું.

અત્યાર સુધી માત્ર 7 મહિલા કલાકારોને મળ્યો આ એવોર્ડ
54 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે. પહેલો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. આ પછી રૂબી મેયર્સ (સુલોચના), કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2020 માં, આ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો.

waheeda rehman bollywood news bollywood gossips bollywood entertainment news