VJ Chitra Suicide: હોટેલમાંથી મળી આ પ્રખ્યાત અભિનેત્રીની ડૅડ બૉડી

09 December, 2020 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

VJ Chitra Suicide: હોટેલમાંથી મળી આ પ્રખ્યાત અભિનેત્રીની ડૅડ બૉડી

વીજે ચિત્રા

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચર્ચિત એક્ટ્રેસ અને વીજે ચિત્રાના આત્મહત્યાના સમાચાર સતત ચર્ચાઇ રહ્યા છે. ચિત્રાનું મૃત શરીર ચેન્નઈની બહાર એક હોટેલમાંથી મળ્યું હતું. પોલીસે ડૅડ બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. તાજેતનમાં ચિત્રાની સગાઈ થઈ હતી. અભિનેત્રીના નિધનથી સાઉથ ઈન્ડિયન મનોરંજન ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે.

અહેવાલો અનુસાર, ચિત્રા માત્ર 28 વર્ષની હતી. ચેન્નઈના નઝરપેઠ વિસ્તારની એક હોટેલમાં ચિત્રાનું મૃત શરીર મળ્યું હતું. પોલીસ મોતનું કારણ શોધી રહી છે. ચિત્રાએ હાલમાં પ્રખ્યાત બિઝનેમમેન હેમંત રાવ સાથે સગાઈ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિત્રા પોતાના મંગેતર સાથે જ રહેતી હતી.

એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ ચિત્રા રાત્રે અઢી વાગ્યે હોટેલમાં આવી હતી. તે ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહી હતી. હોટેલમાં એનો મંગેતર પણ સાથે હતો. હેમંતે પોલીસને જણાવ્યું કે હોટેલ આવ્યા બાદ ચિત્રા ન્હાવા ગઈ, પરંતુ લાંબા સમય સુધી પાછી ફરી નહીં અને દરવાજો પણ ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ નહીં આવ્યો એટલે હોટેલ સ્ટાફને જણાવ્યું અને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો તો એનું મૃતદેહ લટકતો મળ્યો. એવું કહેવામાં આવે છે કે ચિત્રા ડિપ્રેશનમાં હતી.

bollywood bollywood news south india entertainment news television news