Exit Pollsના બહાને વિવેકે ઉડાવી ઐશ્વર્યાની મજાક, યૂઝર્સે લીધો આડે હાથ

20 May, 2019 06:57 PM IST  |  મુંબઈ

Exit Pollsના બહાને વિવેકે ઉડાવી ઐશ્વર્યાની મજાક, યૂઝર્સે લીધો આડે હાથ

શા માટે નેટિઝન્સ થયા વિવેક પર ગુસ્સે?

દેશભરમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ્સ ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા વિવેક ઓબેરૉયે કાંઈક એવું કર્યું છે જેનાથી નેટિઝન્સ તેના પર ભડકી ગયા છે.

વિવેકે કર્યું ટ્વીટ

બન્યું એવું કે એક્ઝિટ પોલ્સ પર બનેલું એક મીમ વિવેકે ટ્વીટ કર્યું. જેમાં દર્શાવવામાં આવ્યું છે ગમે એટલા ઓપિનિયન કે એક્ઝિટ પોલ કરી લો, પરંતુ હકીકત કાંઈક બીજી જ હોય છે. જેના માટે ઉદાહરણ તરીકે સલમાન ખાન, વિવેક ઑબેરોયની લવ સ્ટોરીને બતાવવામાં આવી છે. મીમ પ્રમાણે, સલમાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરી ઓપિનિયન પોલ જેવી હતી, જ્યારે વિવેક અને ઐશવર્યાની લવ સ્ટોરી એક્ઝિટ પોલ જેવી હતી. પરંતુ હકીકતમાં ઐશ્વર્યા ન સલમાનને મળી ન તો વિવેકને, તેમના લગ્ન થયા અભિષેક સાથે. મીમમાં ફોટોમાં આરાધ્યા પણ છે. જેની સામે વાંધો જાહેર કરવામાં આવ્યો છે.