બાપકા નામ નહી, કામ બોંલેગા: ઓબરોય, રાહુલ ગાંધીને ફિલ્મ જોવાની સલાહ

25 May, 2019 11:29 AM IST  | 

બાપકા નામ નહી, કામ બોંલેગા: ઓબરોય, રાહુલ ગાંધીને ફિલ્મ જોવાની સલાહ

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મનુ એક દ્રશ્ય

 વિવેક ઑબેરૉયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક જોવાની અપીલ કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને કરી છે. સાથે જ PM મોદીના કામની પ્રશંસા કરતાં એમ પણ જણાવ્યું હતું કે અહીં તમારા બાપનું નામ નહીં, પરંતુ તમારું કામ બોલશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ગઈ કાલે રિલીઝ થઈ છે. આ વિશે વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘ભારતમાં હવે પરિવર્તન આવ્યું છે. આજે હવે તમારા બાપનું નામ નહીં, પરંતુ તમારું કામ બોલે છે. 

હું માનું છું કે કૉન્ગ્રેસ માટે આ આત્મવિશ્લેષણનો સમય છે. જોકે હું રાહુલ ગાંધી અને અન્ય કૉન્ગ્રેસના નેતાઓને નમ્ર વિનંતી કરું છું કે તેઓ આ ફિલ્મ જુએ. આ એક પ્રેરણાદાયી ફિલ્મ છે અને એ તેમને પ્રેરણા આપશે. મોદીની લાઇફ પરથી તમે એ શીખી શકશો કે સારા નેતા કઈ રીતે બની શકાય.’

આ પણ વાંચો: બાપકા નામ નહી, કામ બોંલેગા: ઓબરોય, રાહુલ ગાંધીને ફિલ્મ જોવાની સલાહ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જીતને માણવા માટે લોકોને આ બાયોપિક જોવાની અપીલ કરતાં વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે લોકો મોદીની જીતને માણવા માટે પોતાની ફૅમિલી સાથે આ ફિલ્મ જોવા થિયેટરમાં જાય. આ એક પ્રેરણાત્મક ફિલ્મ છે. એને જોયા બાદ દેશભક્તિની ભાવના પણ પ્રબળ બની જશે.’

vivek oberoi narendra modi rahul gandhi bollywood news bollywood gossips