ધૂમ્રપાન માટે વિવેકે કરી વિશેષ ડિમાન્ડ

29 September, 2011 06:06 PM IST  | 

ધૂમ્રપાન માટે વિવેકે કરી વિશેષ ડિમાન્ડ

 

 

જોકે ત્યાર પછી તે માન્યો હતો, પણ એક શરત મૂકી હતી કે પ્રોડ્યુસર તેની સાથે એક ‘ઍન્ટિ-સ્મોકિંગ’ વિડિયો ઉમેરવાની વાત માને. તેની આ શરત પૂરી થતાં તેણે એ સીન કર્યો હતો.

 

‘ઝિલા ગાઝિયાબાદ’માં સિગારેટ પીવાનો સીન કરવા માટે ફિલ્મની શરૂઆતમાં ઍન્ટિ-સ્મોકિંગ વિડિયો ઉમેરવાનું કહ્યું


વિવેક ઘણા સમયથી ધૂમ્રપાનની લત યુવાનોમાં ન લાગે એ માટેના કાર્ય સાથે જોડાયેલો છે. જ્યારે તેને ખબર પડી કે તેનો ગૅન્ગસ્ટરનો રોલ હોવાને કારણે તેને આ પ્રકારના સીન કરવા જ પડશે ત્યારે તે દ્વિધામાં આવી ગયો હતો. શરૂઆતમાં તો ના પાડ્યા પછી પ્રોડ્યુસરોએ તેને આ સીનના મહkવ વિશે વાત કરી હતી. આ કારણે જ વિવેકે પોતાના વિડિયોની વાત તેમને કરી હતી. ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિના કહેવા મુજબ વિવેકે પ્રોડ્યુસરોને કહ્યું હતું કે તેને એ વાતનો પૂરેપૂરો ખ્યાલ છે કે એક વખત સ્મોકિંગનું વ્યસન લાગી જાય પછી એ છોડવામાં ઘણી તકલીફ થાય છે. આ કારણે જ યુવાનો આ પ્રકારના કાર્યમાં ન જોડાય એ માટે તે સીન તો કરશે, પણ આ વિડિયોને ફિલ્મની શરૂઆત પહેલાં ઉમેરવામાં આવશે.

સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

વિવેકે આ સીન માટે અમેરિકાથી ઇલેક્ટ્રૉનિક સિગારેટ મગાવી છે. આ સિગારેટમાં નિકોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. હૉલીવુડમાં આ પ્રકારની સિગારેટો સ્ટાર કલાકારોમાં કોઈ ધૂમ્રપાનના સીન માટે ફેવરિટ છે. તેમને પણ જ્યારે આ રીતે રોલની જરૂરિયાત સમજીને સ્મોકિંગ કરવાનું હોય છે ત્યારે તેઓ આ વિકલ્પ પસંદ કરતા હોય છે. જોકે ભારતીય ફિલ્મોમાં આ સિગારેટનો પહેલી વખત ઉપયોગ થશે.