અભિનેતા વિષ્ણુ વિશાલે બૅડમિંટન પ્લેયર જ્વાલા ગટ્ટા સાથે કરી સગાઇ

07 September, 2020 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અભિનેતા વિષ્ણુ વિશાલે બૅડમિંટન પ્લેયર જ્વાલા ગટ્ટા સાથે કરી સગાઇ

વિષ્ણુ વિશાલે કરી જ્વાલા ગટ્ટા સાથે સગાઇ

અભિનેતા વિષ્ણુ (Vishnu Vishal) વિશાલે પોતાની ગર્લફ્રેન્ડ (Girlfriend) અને જાણીતી બૅડમિન્ટન પ્લેયર જ્વાલા (Badminton Player Jwala Gutta) ગટ્ટા સાથે સોમવારે સગાઇ કરી લીધી છે. 7 સપ્ટેમ્બરના જ્વાલાનો જન્મદિવસ (Birthday) પણ છે. વિષ્ણુ જે હૈદરાબાદ (Hyderabad)માં બર્થડે સરપ્રાઇઝ (Surprise) માટે ગયા હતા, તેમણે એક પગલું આગળ વધાર્યું અને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી દીધી.

વિષ્ણુએ સોશિયલમ મીડિયા પર આની માહિતી આપી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર જ્વાલા સાથે પોતાની તસવીરો શૅર કરતા પોસ્ટ કરી, "હેપ્પી બર્થડે જ્વાલા ગટ્ટા. જીવનની નવી શરૂઆત... પૉઝિટીવ રહો અને આપણાં સારા ભવિષ્ય માટે કામ કરો. આર્યન, આપણો પરિવાર, મિત્ર અને જે લોકો આસપાસ છે, તમારા બધાંનાં પ્રેમ અને આશીર્વાદની જરૂર છે."

જન્મદિવસે કરવું હતું કંઇક ખાસ
આની સાથે જ પોસ્ટમાં વિષ્ણુએ બસંત જૈનનો ખાસ આભાર માન્યો કે જેણે અડધી રાતે રિંગની ગોઠવણ કરી. એન્ગેજમેન્ટ પછી હૈદરાબાદ ટાઇમ્સ સાથે વાત કરતા વિષ્ણુએ કહ્યું, "હું જ્વાલાના બર્થડે પર તેની માટે કંઇક ખાસ કરવા માગતો હતો. એકાએક મને વિચાર આવ્યો કે હું તેને સવાલની સાથે સરપ્રાઇઝ આપું. આ કંઇક એવું હતું જેના પર અમે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા હતા અને કાલે રાતે એવું લાગ્યું કે આ જ યોગ્ય સમય છે. આ બધું એકાએક થયું અને સારી વાત એ હતી કે તેણે હા પાડી દીધી."

જ્વાલાએ કહ્યું કે આશા નહોતી આવું કંઇક થશે...
જ્વાલા હવે વિષ્ણુ સાથે નવું જીવન પસાર કરવાની રાહ જોઇ રહી છે. તેણે કહ્યું તે, "અમે બન્ને એક-બીજા માટે ઘણાં સીરિયસ હતા અને એન્ગેજમેન્ટ ઘણાં સમયથી અટકાયેલી હતી. જો કે, મને આશા નહોતી કે વિષ્ણુ મારા જન્મદિવસે આ પ્રશ્ન પૂછશે. આ ખરેખર ખાસ સરપ્રાઇઝ હતું અને હવે હકીકત લાગે છે."

bollywood jwala gutta badminton news