01 October, 2023 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશાલ
તામિલ ઍક્ટર-પ્રોડ્યુસર વિશાલે આરોપ મૂક્યો હતો કે સીબીએફસીએ મારી પાસે લાંચ માગી હતી. સરકારને આ દિશામાં તેણે તરત પગલાં લેવાની વિનંતી કરી હતી એથી ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ તેને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. એટલે તેમનો આભાર માનતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર વિશાલે લખ્યું, ‘સીબીએફસી મુંબઈ પર ભ્રષ્ટાચાર જેવા અગત્યના મુદ્દા પર ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ સખત પગલાં લેવાની બાંયધરી આપી એ બદલ હું દિલથી આભાર માનું છું. જરૂરી કાર્યવાહી કરવા બદલ ખૂબ આભાર અને દરેક સરકારી અધિકારીઓ જેઓ ભ્રષ્ટાચાર કરવાની ઇચ્છા રાખતા હોય તેમને માટે એક એવું ઉદાહરણ સ્થાપિત કરવામાં આવે. આપણો દેશ પ્રામાણિકતાના માર્ગે ચાલે અને ભ્રષ્ટાચારથી મુક્ત રહે. હું ફરી એક વખત મારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને આ કાર્યવાહી માટે સંબંધિત તમામ લોકોનો આભાર માનું છું. મારા જેવા સામાન્ય વ્યક્તિ માટે એ સંતોષનો અનુભવ કરાવે છે. સાથે જ જે લોકો ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે તેમને ન્યાય મળે. જય હિન્દ.’