ફિલ્મમાં ફાઇનલ કટ મારો જ હોય છે : વિશાલ ભારદ્વાજ

28 December, 2018 06:09 PM IST  | 

ફિલ્મમાં ફાઇનલ કટ મારો જ હોય છે : વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજનું કહેવું છે તેમની ફિલ્મમાં આખરી નિર્ણય તેમનો જ હોય છે. પહેલાં કરતાં આજે ફિલ્મ બનાવવી તેમને વધુ યોગ્ય લાગે છે. તેઓ ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે એને પ્રોડ્યુસ પણ કરે છે. ગોવામાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના પાંચમા દિવસે વિશાલ ભારદ્વાજ, અભિષેક ચૌબે અને રમેશ સિપ્પીએ ફિલ્મ ક્રિટિક અને લેખક મિન્ટી તેજપાલ સાથે પોતાની ડિરેક્ટરથી પ્રોડ્યુસર બનવાની સફર વિશે વાત કરી હતી. આ વિશે વાત કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે ‘હવે ફિલ્મો રિલીઝ કરવી સરળ થઈ ગયું છે. મને યાદ છે કે ગુલઝારસાહેબની ‘હુતુતુ’ ફિલ્મમાં પ્રોડ્યુસરે ઘણા કટ માર્યા હતા. ગુલઝારસાહેબે જે બનાવી હતી એનાથી કંઈક અલગ જ વર્ઝન થિયેટરમાં રિલીઝ થયું હતું.

CFSIએ  મારી ફિલ્મ ‘મકડી’ રિજેક્ટ કરી એટલે હું આપોઆપ પ્રોડ્યુસર બની ગયો, કેમ કે મારે એ ફિલ્મ રિલીઝ કરવી હતી. હું ક્યારેય પ્રોડ્યુસરથી દબાયો નથી અને તેમને હું દબાણ કરવા દેતો પણ નથી. મેં ગુલઝારસાહેબને આ કારણે હેરાન થતા જોયા છે અને એથી જ ફિલ્મને લઈને ફાઇનલ કટ મારો જ હોવાનો મેં નિર્ણય લીધો હતો.’

entertaintment bollywood vishal bhardwaj