સેન્સર બોર્ડ બહેરું બની ગયું છે : વિશાલ ભારદ્વાજ

28 December, 2018 05:40 PM IST  | 

સેન્સર બોર્ડ બહેરું બની ગયું છે : વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

સેન્સર બોર્ડ નાહક ફિલ્મોને નિશાન બનાવે છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ સેન્સરની કાતર ચાલશે એવી શક્યતા છે. આ વિશે પ્રતિક્રિયા આપતાં વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે ‘ફિલ્મના દૃશ્ય પર ‘નો સ્મોકિંગ’ લખેલું આવે છે એ માટે તેમણે કોઈનું સાંભળ્યું હતું? શું તેઓ હજી પણ અમને સાંભળે છે? સેન્સર બોર્ડ બહેરું છે. તે પોતાની મરજી મુજબ કામ કરે છે. આ દુનિયામાં આપણો જ દેશ એવો છે જ્યાં વિઝ્યુઅલ્સ પર ‘નો સ્મોકિંગ’ લખેલું હોય છે. આનાથી વધુ ખરાબ શું હોઈ શકે? આવી વસ્તુઓ તમે વેબ-સિરીઝમાં કરી શકો અને એના પર સેન્સરશિપ નથી હોતી. ઍનિમલ વેલ્ફેર બોર્ડ તો માથાનો દુ:ખાવો છે. તમારા પર જે નિયમો લાદવામાં આવે છે એ ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે એવા હોય છે. ફિલ્મોને નિશાન બનાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાથે વાંધો પડે તો તેની ફિલ્મને ટાર્ગેટ બનાવવામાં આવે છે. એવું લાગે છે જાણે સોસાયટીમાં ઘટતી તમામ ખરાબ ઘટનાઓ માટે ફિલ્મો જ જવાબદાર હોય.’

મારા મતે વર્તમાન સરકારને અર્થવ્યવસ્થા અને લોકોને રોજગાર આપવામાં તકલીફ પડીરહી છે. તેમને સિનેમામાં બદલાવલાવવા અથવા કલ્ચરને બદલવામાંકે પછી સિનેમાના કલ્ચરને સમજવામાં કોઈ રસ નથી.

- અભિષેક ચૌબે, સેન્સર બોર્ડ વિશે

vishal bhardwaj entertaintment bollywood