મોટા પડદા પર ચમકશે વિરાટ-અનુષ્કાની જોડી?

21 November, 2014 05:10 AM IST  | 

મોટા પડદા પર ચમકશે વિરાટ-અનુષ્કાની જોડી?

હાલમાં જાણવા મળ્યું છે કે ફિલ્મમેકર આદિત્ય ચોપડા આ પ્રેમી પંખીડાંની જોડીને મોટા પડદા પર કાસ્ટ કરવા માગે છે. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મને રાની મુખરજી પ્રોડ્યુસ કરવા ઘણી ઉત્સુક છે. ફિલ્મના કૉન્સેપ્ટ વિશે બન્નેને જાણ કરવામાં આવી છે જેમાં વિરાટને આ કૉન્સેપ્ટ ઘણો ગમી ગયો છે. એમ છતાં ફાઇનલ જવાબ આપવા માટે તેણે રાની પાસે એપ્રિલ ૨૦૧૫ સુધીનો સમય માગ્યો છે. વિરાટ-અનુષ્કાની આ ફિલ્મ સહિત આદિત્ય ચોપડા આવતા વર્ષે આદિત્ય રૉય કપૂર સાથે પણ ક્રિકેટ પર આધારિત એક ફિલ્મ બનાવી રહ્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે.