ગર્લફ્રેન્ડ તારા સુતરિયાને એ.પી. ઢિલ્લોંએ કિસ કરી અને વીર પહારિયાની આંખો ફાટી ગઈ

28 December, 2025 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હકીકતમાં તારાએ એ.પી. ઢિલ્લોંના ગીત ‘થોડી સી દારૂ’ના મ્યુઝિક-વિડિયોમાં કામ કર્યું હતું. જ્યારે કૉન્સર્ટ દરમ્યાન સિંગર આ ગીત લાઇવ ગાઈ રહ્યો હતો ત્યારે તેણે તારાને પણ તેની સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરવા બોલાવી હતી.

ગર્લફ્રેન્ડ તારા સુતરિયાને એ.પી. ઢિલ્લોંએ કિસ કરી અને વીર પહારિયાની આંખો ફાટી ગઈ

શુક્રવારે જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયેલી એ.પી. ઢિલ્લોંની કૉન્સર્ટમાં તારા સુતરિયાએ બૉયફ્રેન્ડ વીર પહારિયા સાથે હાજરી આપી હતી અને કૉન્સર્ટની મજા માણી હતી. જોકે હવે આ કૉન્સર્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ બન્યો છે જેમાં તારા અને એ.પી. ઢિલ્લોં સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યાં છે પણ તેમની હરકતોથી નીચે ઊભેલા વીરના ચહેરા પર નારાજગીના ભાવ જોવા મળે છે. 
હકીકતમાં તારાએ એ.પી. ઢિલ્લોંના ગીત ‘થોડી સી દારૂ’ના મ્યુઝિક-વિડિયોમાં કામ કર્યું હતું. જ્યારે કૉન્સર્ટ દરમ્યાન સિંગર આ ગીત લાઇવ ગાઈ રહ્યો હતો ત્યારે તેણે તારાને પણ તેની સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરવા બોલાવી હતી. આ પર્ફોર્મન્સ દરમ્યાન એ.પી. ઢિલ્લોંએ તારાને હગ કર્યું અને તેના ગાલ પર કિસ પણ કરી. આ સમયે વીરના ચહેરા પર ભારે નારાજગી જોવા મળી હતી અને તેનું આ રીઍક્શન હવે લોકોની નજરમાં આવી ગયું છે. આ વિડિયો જોયા બાદ ઘણા લોકોનું માનવું છે કે તારા અને એ.પી. ઢિલ્લોં વચ્ચેનું આ બૉન્ડિંગ જોઈને તારાનો બૉયફ્રેન્ડ વીર થોડો નાખુશ લાગ્યો હતો.

Tara Sutaria ap dhillon veer pahariya bollywood buzz bollywood bollywood news bollywood gossips