વિકી કૌશલને વાઇફ જોક કરવાનું ભારે પડ્યું

18 March, 2026 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકીના આ જોકને સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ નાપસંદ કર્યો છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે આજના આધુનિક સમયમાં આવી ‘વાઇફ જોક’ કરવી યોગ્ય નથી.

વિકી કૌશલ

વિકી કૌશલ અને કૅટરિના કૈફની ગણતરી બૉલીવુડના પર્ફેક્ટ કપલ તરીકે થાય છે. જોકે હાલમાં વિકી કૌશલને એક ફંક્શનમાં ‘વાઇફ જોક’ કરવાનું ભારે પડ્યું અને ફૅન્સ તેના વર્તનથી અપસેટ થઈ ગયા છે. સોશ્ય મીડિયા પર વિકીનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તે લગ્નપ્રસંગમાં સ્ટેજ પર દુલ્હા સાથે વાતચીત કરી રહ્યો છે. આ વિડિયોમાં વિકી ‘હાઉ’ઝ ધ જોશ?’ પૂછે છે જેના જવાબમાં લોકો ‘હાઈ સર’ કહે છે. આ સાંભળીને વિકી મજાક કરતાં કહે છે કે બૅચલર્સનો જોશ હંમેશાં હાઈ રહે છે, જ્યારે લગ્ન પછી લોકોનો જોશ દર વર્ષે ઓછો થતો જાય છે. આ પછી તે દુલ્હાની તરફ ઇશારો કરીને કહે છે કે ‘પણ ટેન્શન લેવાની જરૂર નથી, ચાર દિવસમાં જોશ ઓછો થતો નથી.’ વિકીના આ જોકને સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ નાપસંદ કર્યો છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે આજના આધુનિક સમયમાં આવી ‘વાઇફ જોક’ કરવી યોગ્ય નથી.

vicky kaushal katrina kaif bollywood buzz bollywood bollywood gossips bollywood news entertainment news