રેખા અને ઇમરાન ખાન લગ્ન કરવાની તૈયારીમાં હતાં?

05 September, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેખા એક સમયે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી ઇમરાન ખાનના પ્રેમમાં પડી હતી.

રેખા, ઇમરાન ખાન

રેખાની ગણતરી બૉલીવુડની એવરગ્રીન ઍક્ટ્રેસ તરીકે થાય છે. રેખાની પ્રોફેશનલ લાઇફ જેટલી સફળ રહી છે એટલું જ તેનું અંગત જીવન રહસ્યોથી ભરેલું રહ્યું છે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક ચર્ચા પ્રમાણે રેખા એક સમયે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી ઇમરાન ખાનના પ્રેમમાં પડી હતી. એવું પણ હતું કે તેઓ લગ્ન કરવાનાં હતાં પણ આખરે આ રિલેશનશિપ તૂટી ગઈ હતી. 

હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક જૂના આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બન્ને લગ્ન કરવાનાં હતાં. ૧૯૮૫ના એક રિપોર્ટ અનુસાર બન્ને ઘણી વાર સાથે જોવા મળતાં હતાં. એ સમયે ઇમરાનનું ભારતમાં ખૂબ મોટું ફૅન-ફૉલોઇંગ હતું. રેખા અને ઇમરાન ખાનના સંબંધની અફવાએ ત્યારે વધુ વેગ પકડ્યો હતો જ્યારે રેખાની મમ્મી પુષ્પાવલ્લીએ ઇમરાન ખાન પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. તેમને પૂરો વિશ્વાસ હતો કે ઇમરાન તેમની દીકરી માટે આદર્શ સાબિત થશે. 

આ વાઇરલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રેખાની મમ્મીએ દિલ્હીમાં એક જ્યોતિષીની સલાહ લીધી હતી કે શું ઇમરાન તેમની દીકરી માટે પર્ફેક્ટ મૅચ છે કે નહીં.  જોકે પછી અકળ કારણોસર બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

rekha imran khan sex and relationships bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news