વિપુલ શાહ રાઇટર્સ -ટેક્નિશ્યન્સ માટે વર્કશૉપ્સનું આયોજન કરશે

24 September, 2020 01:49 PM IST  |  Mumbai | Agencies

વિપુલ શાહ રાઇટર્સ -ટેક્નિશ્યન્સ માટે વર્કશૉપ્સનું આયોજન કરશે

વિપુલ શાહ

ફિલ્મમેકર વિપુલ શાહ ઊભરતા રાઇટર્સ, ડિરેક્ટર્સ અને ટેક્નિશ્યન્સ માટે વર્કશૉપ્સનું આયોજન કરશે જેથી તેઓ બૉલીવુડમાં આવીને પોતાનાં સપનાંઓને પૂરાં કરી શકે. વિપુલ શાહે ‘વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’ અને ‘નમસ્તે લંડન’ જેવી ઘણી ફિલ્મો બનાવી હતી. તેમનું માનવું છે કે નવા રાઇટર્સ, ડિરેક્ટર્સ અને ટેક્નિશ્યન્સ પાસે ફિલ્મમેકિંગના રચનાત્મક આઇડિયાઝ છે. વિપુલ શાહ 12 શૉર્ટ ફિલ્મ્સ બનાવવાના છે. નવા ટૅલન્ટેડ લોકો સાથે કામ કરવા માટે આતુર વિપુલ શાહે કહ્યું હતું કે ‘નવા લોકો સાથે કામ કરવું હંમેશાંથી એક્સાઇટિંગ રહ્યું છે. આ નવા રાઇટર્સ તો સમય કરતાં બે સ્ટેપ આગળ જ રહે છે. તેઓ અદ્ભુત તૈયારી સાથે આવનાર અને વિવિધ માહિતીથી સભર હોય છે, એથી તેમની સાથે કામ કરવાની ઇચ્છા છે. અમે ઘણાબધા નવા રાઇટર્સ સાથે દરેક ફૉર્મેટમાં કામ કરવાના છીએ.’
પોતાના શરૂઆતના તબક્કા પર પ્રકાશ પાડતાં વિપુલ શાહે કહ્યું હતું કે ‘મારી શરૂઆતના તબક્કામાં થિયેટર્સમાં મારા સિનિયર્સ પાસેથી હું ઘણુંબધું શીખ્યો છું. મારા માટે તો ગર્વની બાબત છે કે નવી પેઢી સાથે મારો અનુભવ શૅર કરવાની હિન્દી સિનેમામાં મને તક મળી છે. હું અન્ય બધી બાબતોમાં વ્યસ્ત હોવાથી થોડો સમય કાઢીને તેમની સાથે વર્કશૉપ્સનું આયોજન

bollywood bollywood news bollywood gossips vipul shah