07 April, 2024 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાન્ત મૅસી
વિક્રાન્ત મૅસી આગામી ફિલ્મમાં બ્લાઇન્ડ સંગીતકારના રોલમાં દેખાય એવી શક્યતા છે. તેની ગયા વર્ષે રિલીઝ થયેલી વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘12th ફેલ’ની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે તે ફિલ્મ ‘આંખોં કી ગુસ્તાખિયાં’માં જોવા મળશે. જોકે હજી સુધી એ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આ ફિલ્મને ઑથર રસ્કિન બૉન્ડની શૉર્ટ સ્ટોરી પરથી ઍડપ્ટ કરવામાં આવી છે. ટી-સિરીઝ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મની સ્ટોરી એક એવા બ્લાઇન્ડ મ્યુઝિશ્યનની છે જે પ્રેમ અને પોતાની જાતને શોધવા માટે નીકળે છે. ફિલ્મનું શૂટિંગ કદાચ આ વર્ષે ઑગસ્ટમાં શરૂ થશે.