દીકરીની સગાઈ થતાં ઇમોશનલ થયા વિક્રમ ભટ્ટ

06 December, 2022 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિષ્નાએ યલો અને વાઇટ આઉટફિટ અને વેદાંતે વાઇટ આઉટફિટ પહેર્યા હતા

દીકરીની સગાઈ થતાં ઇમોશનલ થયા વિક્રમ ભટ્ટ

ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના ભટ્ટની સગાઈ વેદાંત સરદા સાથે થતાં તેઓ ઇમોશનલ થયા હતા. દીકરી સાથેના ફોટો તેમણે શૅર કર્યા છે. ક્રિષ્નાએ યલો અને વાઇટ આઉટફિટ અને વેદાંતે વાઇટ આઉટફિટ પહેર્યા હતા. વિક્રમ ભટ્ટે ૧૯૭૧માં રિલીઝ થયેલી હૉલીવુડની ‘ફિડલર ઑન ધ રૂફ’ના શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ક્રિષ્ના અને વેદાંત સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિક્રમ ભટ્ટે કૅપ્શન આપી હતી, ‘સગાઈથી માંડીને લગ્ન કરવા સુધી. બાદમાં હું તેને મારાથી દૂર કરીશ. ‘ફિડલર ઑન ધ રૂફ’ના શબ્દોમાં કહું તો ‘શું આ એ જ દીકરી છે જેને હું ઊંચકીને ફરતો હતો? શું આ નાનકડો છોકરો છે જે રમતો હતો? ખબર જ ન પડી કે ક્યારે તેઓ મોટાં થઈ ગયાં! દીકરી ક્યારે સુંદર બની ગઈ! તે ક્યારે આટલો મોટો થઈ ગયો! એવું લાગે છે કે હજી ગઈ કાલની વાત છે જ્યારે તેઓ નાનાં હતાં. સનરાઇઝ સનસેટ, સનરાઇઝ સનસેટ, દિવસો સરળતાથી પસાર થઈ ગયા. એક રાતમાં બીજ સનફ્લાવર્સ બની ગયાં અને મહેંક્યા કરે છે. સનરાઇઝ સનસેટ, સનરાઇઝ સનસેટ, સરળતાથી વર્ષો પસાર થઈ ગયાં. એક પછી એક સીઝન પસાર થઈ ગઈ. એમાં ખુશી અને દુ:ખ પણ સમાયેલાં છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood vikram bhatt