રિશી કપૂર, નીતુ કપૂર અને અનુપમ ખેર માટે સ્પેશ્યલ રસોઈ બનાવી વિકાસ ખન્ના

23 August, 2019 01:37 PM IST  |  મુંબઈ

રિશી કપૂર, નીતુ કપૂર અને અનુપમ ખેર માટે સ્પેશ્યલ રસોઈ બનાવી વિકાસ ખન્ના

રિશી કપૂર, નીતુ કપૂર અને અનુપમ ખેર માટે સ્પેશ્યલ રસોઈ બનાવી વિકાસ ખન્નાએ

સુપ્રિમ શેફ વિકાસ ખન્નાએ હાલમાં જ રિશી કપૂર માટે સ્પેશ્યલ રસોઈ બનાવી હતી. રિશી કપૂર ન્યુ યૉર્કમાં તેમના કૅન્સરની ટ્રીટમેન્ટ બાદ ઑર્બ્ઝવેશન હેઠળ છે. તેમની સાથે નીતુ કપૂર અને અનુપમ ખેર પણ જોવા મળ્યાં હતાં. તેમની સાથેનો ફોટો શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘સુપ્રિમ શેફ વિકાસ ખન્નાનો હું આભાર માનું છું કારણ કે તેણે પર્સનલી અમારા માટે રસોઈ બનાવી હતી. મને હાલમાં જ ખબર પડી છે કે અમે એકબીજાને રિલેટેડ છીએ. તને જલદી જ ‘માસ્ટર શેફ’માં જોઈશું.’
રિશી કપૂરની ટ્વીટનો જવાબ આપતાં વિકાસે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર રિશીજી, નિતુજી અને અનુપમજી. તમે બધા હંમેશાં ખુશ અને સ્વસ્થ રહો એવી શુભેચ્છા. તમારા માટે રસોઈ બનાવવાનો ચાન્સ મળ્યો એ મારા માટે સન્માનની વાત છે. તમને લોકોને નવાઈ લાગશે, પરંતુ હું કપૂર ખાનદાન સાથે જોડાયેલો છું.’

rishi kapoor neetu kapoor anupam kher