સુપર ૩૦માંથી કઢાતા ફી કરતાં વધુ રકમ વિકાસ બહલને ચૂકવવામાં આવશે ?

13 February, 2019 09:44 AM IST  |  | મોહર બાસુ

સુપર ૩૦માંથી કઢાતા ફી કરતાં વધુ રકમ વિકાસ બહલને ચૂકવવામાં આવશે ?

હૃતિક રોશનની ‘સુપર ૩૦’ને વિકાસ બહલે ડિરેક્ટ કરી હતી. જોકે હવે તેની હકાલપટ્ટી કરીને તેને એ માટેની કિંમત ચૂકવી દેવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં #પ્ફૂવ્ંં કૅમ્પેનમાં વિકાસ બહલનું નામ આવ્યું હતું. આ વાતની પુષ્ટિ તેના પાર્ટનર અનુરાગ કશ્યપે પણ આપી હતી. જોકે આ વિશે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહોતી આવી. આ આરોપને લઈને અનુરાગ અને વિકાસ બહલનું પ્રોડક્શન-હાઉસ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું જેના હેઠળ ‘સુપર ૩૦’ બનાવવામાં આવી રહી હતી. આ કન્ટ્રોવર્સી અને અન્ય કારણોસર ફિલ્મની રિલીઝ-ડેટ લંબાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઉરી બાદ કોઈ પણ બાબતને હવે હળવાશથી નહીં લઈ શકું : વિકી

આ માટે એવી વાતો ચાલી રહી છે કે હૃતિક નથી ઇચ્છતો કે વિકાસનું નામ આ ફિલ્મ સાથે સંકળાય. ફિલ્મની ક્રેડિટ્સમાંથી પણ તેનું નામ કાઢી નાખવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. તેમ જ આ માટે વિકાસને તેની ફી કરતાં પણ વધુ રકમની ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે.

bollywood entertaintment