સોશ્યલ મીડિયાની નેગેટિવિટીથી દૂર રહેવાનું પસંદ કરે છે વિજય વર્મા

04 December, 2020 07:42 PM IST  |  Mumbai | Agencies

સોશ્યલ મીડિયાની નેગેટિવિટીથી દૂર રહેવાનું પસંદ કરે છે વિજય વર્મા

સોશ્યલ મીડિયાની નેગેટિવિટીથી દૂર રહેવાનું પસંદ કરે છે વિજય વર્મા

‘ગલ્લી બૉય’થી ફેમસ થનાર વિજય વર્મા હંમેશાં સોશ્યલ મીડિયામાં નેગેટિવિટીથી દૂર રહે છે. જોકે સાથે તે એમ પણ માને છે કે હાલમાં તેના જે પણ ફૅન્સ અને ફૉલોઅર્સ સોશ્યલ મીડિયામાં છે એ પણ શ્રેષ્ઠ છે. વિજય વર્માએ ‘મિર્ઝાપુર 2’માં ડબલ રોલ ભજવ્યો હતો. તો તે ફિલ્મ ‘હુડદંગ’માં પણ જોવા મળવાનો છે. સોશ્યલ મીડિયામાં લોકો જે કહે છે એને મહત્ત્વ આપે છે કે નહીં એ વિશે પૂછવામાં આવતાં વિજય વર્માએ કહ્યું હતું કે ‘મેં એક દિવસ ખૂબ જ ખાસ પળ વિતાવી હતી. સોશ્યલ મીડિયામાં મારા કદાચ બેસ્ટ ફૅન્સ અને ફૉલોઅર્સ છે. ભાગ્યે જ કોઈ એવું મળશે જે મારા વિશે ઘસાતું લખતા હશે. મારી પાસે સારા લોકોનું ગ્રુપ છે જે હંમેશાં સારી બાબતો લખે છે, પ્રેમ, હસી મજાક અને સારી વસ્તુઓ શૅર કરે છે. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે વર્તમાનમાં જે રીતે લોકો પર નિશાન તાકવામાં આવે છે એનાથી હું દૂર જ રહ્યો છું. મને એવું લાગે છે કે આ મારા માટે આશીર્વાદ સમાન છે. ઇન્ટરનેટ પર મારા બેસ્ટ ફૉલોઅર્સ છે. હું અતિશયોક્તિ નથી કરતો.’

bollywood bollywood news bollywood gossips