એક્ટર વિજય રાઝની ધરપકડ

03 November, 2020 09:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટર વિજય રાઝની ધરપકડ

તસવીર સૌજન્યઃ એએનઆઈ

એક્ટર વિજય રાઝની ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી ANIના કહેવા પ્રમાણે વિજય રાઝ પર ક્રૂ મેમ્બરની મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ છે.

વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ SP અતુલ કુલકર્ણીએ કહ્યું હતું કે એક્ટર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. વિજય રાઝે મધ્યપ્રદેશમાં ફિલ્મ 'શેરની'ના સેટ પર એક મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન લીડ રોલમાં છે.

આક્ષેપ છે કે તેણે હોટેલમાં 30 વર્ષની કો-સ્ટારની સતત છેડતી કરી હતી. ત્રણ દિવસ સુધી સાંજે તે આ કો-સ્ટારની છેડતી કરતો હતો. પરિણામે પીડિત કો-સ્ટારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

57 વર્ષીય આ અનુભવી અભિનેતાએ અભિષેક બચ્ચનની ફિલ્મ 'રન'માં 'કૌઆ બિરયાની' સીનને કારણે ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ઉપરાંત તેણે 'ગલી બોય', 'ધમાલ', 'વેલકમ', 'મુંબઈ ટૂ ગોવા' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. વિજયે 1999માં ફિલ્મ 'ભોપાલ એક્સપ્રેસ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું.

vijay raaz bollywood sexual crime