20 February, 2026 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્ન પહેલાં વિજય દેવરકોંડાના ઘરને ઝળહળતી લાઇટથી શણગારવામાં આવ્યું
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનાં લગ્ન માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં નાનકડા સમારંભમાં યોજાવાની ચર્ચા છે. તાજેતરમાં તેનાં લગ્નનું આમંત્રણ કાર્ડ સોશ્યલ મીડિયામાં ચર્ચામાં હતું અને હવે વિજયના હૈદરાબાદના ઘરનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં વિજયનું ઘર લાઇટ્સની સજાવટથી ઝગમગતું જોવા મળે છે. આખા ઘરમાં લાઇટિંગ અને ખાસ ડેકોરેશન જોવા મળતાં ફૅન્સ માને છે કે વિજયના ઘરમાં લગ્ન પહેલાંની પરંપરાગત ઉજવણી શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ મુજબ લગ્ન પછી ૪ માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવશે જેમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપશે.