વિજય દેવરાકોંડાને ડેન્ગી થતાં હૉસ્પિટલમાં ઍડ્‍મિટ

19 July, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે થોડા દિવસથી તાવ અને નબળાઈની ફરિયાદ કરી એ પછી ડૉક્ટરોની સલાહ બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વિજય દેવરાકોંડા

વિજય દેવરાકોંડાની મેગા બજેટ ફિલ્મ ‘કિંગડમ’ની રિલીઝને ગણતરીના દિવસોની વાર છે ત્યારે વિજય હાલમાં ડેન્ગી થતાં હૉસ્પિટલમાં ઍડ્‍મિટ છે. તેણે થોડા દિવસથી તાવ અને નબળાઈની ફરિયાદ કરી એ પછી ડૉક્ટરોની સલાહ બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.

મીડિયા-રિપોર્ટ્સ અનુસાર વિજય હાલ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. જો તેના સ્વાસ્થ્યમાં સુધારો થતો રહ્યો તો ૨૦ જુલાઈ સુધી તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી શકે છે. જોકે હજી સુધી વિજય દેવરાકોંડા કે તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી તેમ જ હૉસ્પિટલનું નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.

vijay deverakonda bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news