10 January, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલ અને નોરા ફતેહીની ‘ક્રૅક’માં પાકિસ્તાની સૉન્ગ ‘ઝૂમ’ના રીમિક્સ વર્ઝનનો સમાવેશ કરવામાં આવશે. ઓરિજિનલ સૉન્ગ ‘જૂમ’માં પાકિસ્તાની સિંગર અલી ઝફરે અવાજ આપ્યો હતો. આ રીમિક્સ વર્ઝનને શ્રેયા ઘોષાલ, વિશાલ મિશ્રા અને તનિષ્ક બાગચીએ અવાજ આપ્યો છે. આ ફિલ્મને વિદ્યુત જામવાલના પ્રોડક્શન હાઉસ ઍક્શન હીરો ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને આદિત્ય દત્ત દ્વારા એને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ વિશે શ્રેયા ઘોષાલે ટ્વીટ કર્યું કે ‘હું હંમેશાંથી અલી ઝફર અને ખૂબ જ સુંદર ગીત ‘ઝૂમ’ની ફૅન રહી છું. આ સૉન્ગ મારા દિલની નિકટ છે. તમે બધા એને સાંભળો એ માટે હું ખૂબ જ આતુર છું. આ ગીત ‘ક્રૅક’નું છે.’