ફૅન્સ સાથે પ્રી-બર્થ ડે સેલિબ્રેશન કર્યું વિદ્યુત જામવાલે

07 December, 2022 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યુત જામવાલે તેના ફૅન્સ સાથે પ્રી-બર્થ ડે સેલિબ્રેશન કર્યું છે. વિદ્યુતે તેના ફૅન્સ માટે જુહુમાં મીટ-ઍન્ડ-ગ્રીટ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

ફૅન્સ સાથે પ્રી-બર્થ ડે સેલિબ્રેશન કર્યું વિદ્યુત જામવાલે

વિદ્યુત જામવાલે તેના ફૅન્સ સાથે પ્રી-બર્થ ડે સેલિબ્રેશન કર્યું છે. વિદ્યુતે તેના ફૅન્સ માટે જુહુમાં મીટ-ઍન્ડ-ગ્રીટ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફૅન્સમાં ત્રણ ફૅન્સ એવા હતા જેમણે વિદ્યુતનું ટૅટૂ ચિતરાવ્યું હતું. તેમ જ એક ફૅન એવો હતો જે પાણીપતથી સાઇકલ ચલાવીને તેને મળવા માટે મુંબઈ આવ્યો હતો. વિદ્યુતનો દસ ડિસેમ્બરે જન્મદિવસ છે. આ વિશે વિદ્યુતે કહ્યું કે ‘મારી આ ફૅમિલી પાસેથી મને જે પ્રેમ મળી રહ્યો છે એ માટે હું પોતાને નસીબદાર માનું છું. હું તેમના માટે કંઈક સ્પેશ્યલ કરવા માગતો હતો, કારણ કે તેઓ મારા પર ખૂબ જ વિશ્વાસ રાખે છે. મને પ્રેમ કરનારા લોકો મને ખૂબ જ પસંદ છે. મારા કેટલાક ફૅન્સે મારા નામનું અથવા તો મારા ચહેરાનું ટૅટૂ ચિતરાવ્યું છે. તેમ જ એક ફૅન ૧૬૦૦ કિલોમીટર સાઇકલ ચલાવીને મને મળવા આવ્યો હતો. આથી હું તેમની સાથે સમય પસાર કરવા માગતો હતો.’

bollywood news vidyut jamwal