સ્ટન્ટમેન માટે દાન કર્યું વિદ્યુત જામવાલે

13 August, 2020 07:33 PM IST  |  Mumbai | Harsh Desai

સ્ટન્ટમેન માટે દાન કર્યું વિદ્યુત જામવાલે

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલે સ્ટન્ટમેનને પૈસા મળી શકે એ માટે સ્ટન્ટ આર્ટિસ્ટ્સ અસોસિએશનમાં દાન કર્યું છે. કોરોના વાઇરસને કારણે ફિલ્મો અને ટીવી-શોનું શૂટિંગ બંધ હતું. લૉકડાઉનને કારણે તેમને કોઈ વેતન નહોતું મળતું. શૂટિંગ તો શરૂ થઈ ગયું છે, પરંતુ એમ છતાં તેમનું કામ હજી શરૂ નથી થયું. ઍક્શન સ્ટાર તરીકે વિદ્યુતે જેમનાથી મદદ કરી શકાય એવા તમામ લોકોને સ્ટન્ટમેનને મદદ કરવા માટે આગ્રહ કર્યો છે. વિદ્યુતને હાલમાં જ ખબર પડી હતી કે ડાન્સર અને ડેઇલી વેજિસ વર્કર્સને લોકો મદદ કરી રહ્યા છે, પરંતુ સ્ટન્ટમેનને કોઈ મદદ નથી કરી રહ્યું. આ માટે તેણે એક લેટર પણ લખ્યો હતો. આ વિશે વિદ્યુતે કહ્યું હતું કે ‘આપણા સ્ટન્ટ આર્ટિસ્ટને આ સમયે આપણી જરૂરત છે. તેમને જે લોકો મદદ કરી શકે એ લોકોએ હાલમાં આગળ આવવું જોઈએ. હું મારા સાથીઓને વિનંતી કરું છું કે તેઓ પણ ડોનેટ કરે જેથી તેમને આજીવિકા મળી રહે. એક સુંદર દુનિયા બનાવવા માટે આપણે ઉદારતા દેખાડવી જરૂરી છે.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips vidyut jamwal