પિતાની હાજરીમાં બોલ્ડ વિદ્યા થઈ ‘ક્લીન બોલ્ડ’

25 October, 2011 07:03 PM IST  | 

પિતાની હાજરીમાં બોલ્ડ વિદ્યા થઈ ‘ક્લીન બોલ્ડ’

 

ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેના પપ્પા સેટની મુલાકાતે આવ્યા હતા અને વિદ્યાને સ્મોકિંગનો એક સીન ભજવવાનો હોવાને લીધે તે ઘણી અન્કમ્ફર્ટેબલ બની ગઈ હતી અને સીન બરાબર નહોતી કરી શકી. ફિલ્મમાં વિદ્યાના લગભગ તમામ કૉસ્ચ્યુમ અંગપ્રદર્શન કરાવનારા છે અને આ પ્રકારનો જ એક કૉસ્ચ્યુમ પહેરીને તેણે એ સીન કરવાનો હતો. આને કારણે જ તેની શરમમાં વધારો થયો હતો.

વિદ્યાના પપ્પા પી. આર. બાલન અને મમ્મી સરસ્વતી મિડિયાથી અને શૂટિંગનાં સ્થળોએથી હંમેશાં દૂર રહ્યાં છે. જોકે શનિવારે ક્યારેક જ વિદ્યાના શૂટિંગ દરમ્યાન હાજર રહેતા તેના પપ્પાએ બાંદરાના મેહબૂબ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. વિદ્યાને થોડા સમય પહેલાં જ હૉસ્પિટલાઇઝ કરવામાં આવી હોવાને લીધે તેના પપ્પા તેની સાથે રહેવા આવ્યા હતા. જોકે વિદ્યાને આ સ્મોકિંગનો સીન કરવાનો હોવાનું જાણ્યા પછી તેમણે પોતાની ચિંતા દર્શાવી હતી અને એને કારણે વિદ્યા વધુ નર્વસ થઈ હતી.

જોકે ફિલ્મમાં સીનની જરૂરિયાત સમજીને જ્યારે તેમને ખબર પડી કે વિદ્યા તેમની હાજરીથી શૂટિંગ સરખી રીતે નથી કરી શકતી ત્યારે તેઓ વિદ્યાની વૅનિટી-વૅનમાં જઈને બેસી ગયા હતા.