'શકુંતલા દેવી' બાદ હવે વિદ્યા બાલન બનશે 'શેરની', આ મહિનાથી શૂટ શરૂ

04 August, 2020 07:53 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

'શકુંતલા દેવી' બાદ હવે વિદ્યા બાલન બનશે 'શેરની', આ મહિનાથી શૂટ શરૂ

વિદ્યા બાલન

ટેલિવિઝન સિરિયલનું શૂટિંગ શરૂ થયા પથી હવે ફિલ્મો(Movies) અને વેબ સિરિઝ(Web seires)નું કામ પણ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. જો કે, ફિલ્મોનું શૂટ તો શરૂ નથી થયું પણ નિર્માતાઓએ તારીખ અને જગ્યાઓ બાબતે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રી વિદ્યા બાલન(Vidya Balan) હાલ ઓટીટી(OTT) પર રિલીઝ થયેલી ફિલ્મ 'શકુંતલા દેવી'(Shakuntala Devi)ને લઈને ચર્ચામાં છે. સાથે જ તેમની વધુ એક આગામી ફિલ્મ 'શેરની'ના અનોખા પાત્રને લઈને પણ ચર્ચિત છે. આ ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું કે હવે જે શૂટ બાકી રહ્યું છે કે ઑક્ટોબર(October) મહિનાથી શરૂ થવાનું છે.

ફિલ્મ નિર્માતા વિક્રમ મલ્હોત્રાએ જણાવ્યું તે આ ફિલ્મની નેક્સ્ટ લોકેશન બાલાઘાટ હશે. તેમણે કહ્યું કે, "અમે આ ફિલ્મ મધ્ય પ્રદેશના જંગલમાં ફિલ્માવશું. ફિલ્મમાં કામ કરનારા કલાકારો અને કર્મચારીઓની સુરક્ષા અમારી માટે પ્રાથમિક છે તેથી અમે અત્યાર સુધી આનું શૂટ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છીએ."

વિક્રમે આગળ જણાવ્યું કે, "નિઃશંક દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ આપણે પોતે પણ એ બાબતે સતર્ક રહેવું જોઈએ. આ ફિલ્મનું હજી લગભગ 65 ટકા શૂટિંગ બાકી છે. મધ્ય પ્રદેશના અધિકારિક વિભાગોએ વિશ્વાસ અપાવ્યો છે કે શૂટિંગના સ્થળો સંપૂર્ણરીતે સુરક્ષિત છે. પણ, તેમ છતાં પણ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા બધાં દિશા-નિર્દેશોનું બરાબર પાલન કરવાનું રહેશે."

ફિલ્મ નિર્માતાએ કહ્યું કે જો આ ફિલ્મનું બધું જ કામ શરૂઆતથી જ યોજનાબદ્ધ રીતે થયું હોત તો અત્યાર સુધી આ ફિલ્મનું શૂટિંગ મે મહિના સુધી પતી ગયું હોત. આ ફિલ્મમાં વિદ્યા બાલન એક ફૉરેસ્ટ રેન્જરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ બંધ થયે લગભગ પાંચ મહિના થઈ ગયા છે.

હવે વિદ્યા બાલન કહે છે કે, "હું હવે કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. ગભરામણ સહેજ પણ નથી. આમ પણ ડર લોકોની વધારે મદદ કરી શકતો નથી. પણ હા શક્ય તેટલું વધારે સતર્ક અને સાવચેત રહેવું જરૂરી છે. બાકી આપણે આપણું કામ પણ કરતાં રહેવું જોઇએ." આ ફિલ્મનું નિર્દેશન અમિત માસુરકર કરી રહ્યા છે અને નિર્માતાઓ પ્રમાણે શૂટિંગ ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી શરૂ થશે.

bollywood bollywood news entertainment news vidya balan